આપણે આવળ બાવળ બોરડી - પ્રજારામ રાવળ
આ કવિતામાં કંઇક અલગ જ ઉન્માદ છે. તમારા શરીરમાં ઉત્સાહનો સંચાર કરી દે અને રોમરોમને જીવંત કરી દે તેવા અદભૂત શબ્દો છે. માણીયે આ કાવ્ય.
કવિ - પ્રજારામ રાવળ
આપણે આવળ બાવળ બોરડી,
કેસરઘોળ્યા ગલના ગોટા જી;
હલકાં તો પારેવાંની પાંખથી
મ્હાદેવથીયે પણ મોટાજી,
આપણા ઘડવૈયા બાંધવ ! આપણે.
કોઈ તો રચે છે વેળુ છીપથી,
કોઈ તો જળને હિલ્લોળ જી;
મરજીવો ઊતરે મ્હેરામણે,
માથા સાટે મોતી-મોલ જી.
નજરું ખૂંપી છે જેની ભોંયમાં,
સામે પૂર એ શું ધાય જી !
અધીરા ઘટડાનો ઘોડો થનગને,
અણદીઠ ઓરું એને પાય જી.
બેઠેલાનું બેઠું રહે વિમાસણે,
વેળા જુએ નહિ વાટ જી;
ઝાઝેરો ઝૂક્યો છે આંબો સાખથી,
વેડે તેને આવે હાથ જી.
પંડની પેટીમાં પારસ છે પડ્યો,
ફૂટલાં ફૂટે છે કરંમ જી.
વાવરી જાણે તે બડભાગિયો,
ઝળહળ એના રે ભવંન જી.
(શબ્દો - ગુર્જર કાવ્યધારા)
કવિ - પ્રજારામ રાવળ
આપણે આવળ બાવળ બોરડી,
કેસરઘોળ્યા ગલના ગોટા જી;
હલકાં તો પારેવાંની પાંખથી
મ્હાદેવથીયે પણ મોટાજી,
આપણા ઘડવૈયા બાંધવ ! આપણે.
કોઈ તો રચે છે વેળુ છીપથી,
કોઈ તો જળને હિલ્લોળ જી;
મરજીવો ઊતરે મ્હેરામણે,
માથા સાટે મોતી-મોલ જી.
નજરું ખૂંપી છે જેની ભોંયમાં,
સામે પૂર એ શું ધાય જી !
અધીરા ઘટડાનો ઘોડો થનગને,
અણદીઠ ઓરું એને પાય જી.
બેઠેલાનું બેઠું રહે વિમાસણે,
વેળા જુએ નહિ વાટ જી;
ઝાઝેરો ઝૂક્યો છે આંબો સાખથી,
વેડે તેને આવે હાથ જી.
પંડની પેટીમાં પારસ છે પડ્યો,
ફૂટલાં ફૂટે છે કરંમ જી.
વાવરી જાણે તે બડભાગિયો,
ઝળહળ એના રે ભવંન જી.
(શબ્દો - ગુર્જર કાવ્યધારા)
0 પ્રત્યાઘાતો:
Post a Comment