બરફનો પહાડ થઈ - જવાહર બક્ષી
ગુજરાતી શાસ્ત્રીય સંગીતના જે ગણ્યાગાંઠ્યા ગાયકો છે, તેમાં 'માળાના મેર' જેવું નામ કૌમુદી મુન્શીનું છે. શાસ્ત્રીય રાગ, ઠુમરી અને ગઝલ વગેરે તેમના સ્વરમાં ખીલી ઉઠે છે.
કવિ - જવાહર બક્ષી
સ્વર - કૌમુદી મુન્શી
બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે
હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે
જો મૌન થઈને તું મારા હ્રદયમાં રહી ન શકે
તો આવ હોઠ સુધી ... શબ્દ થઈ ઊડી જાજે
હું શ્વાસ શ્વાસનું સામીપ્ય ઝંખતોય નથી
હું ગૂંગળાઉં નહીં એ રીતે વહી જાજે
તૂટું તૂટું થઈ રહી છે સંબંધની ભેખડ
જવું જ હોય તો હમણાં જ નીકળી જાજે
જવું જ હોય તો રોકી શકે છે કોણ તને?
હું તો અહીં જ હઈશ, આવ તો મળી જાજે
(શબ્દો - ગુંજારવ)
કવિ - જવાહર બક્ષી
સ્વર - કૌમુદી મુન્શી
બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે
હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે
જો મૌન થઈને તું મારા હ્રદયમાં રહી ન શકે
તો આવ હોઠ સુધી ... શબ્દ થઈ ઊડી જાજે
હું શ્વાસ શ્વાસનું સામીપ્ય ઝંખતોય નથી
હું ગૂંગળાઉં નહીં એ રીતે વહી જાજે
તૂટું તૂટું થઈ રહી છે સંબંધની ભેખડ
જવું જ હોય તો હમણાં જ નીકળી જાજે
જવું જ હોય તો રોકી શકે છે કોણ તને?
હું તો અહીં જ હઈશ, આવ તો મળી જાજે
(શબ્દો - ગુંજારવ)
0 પ્રત્યાઘાતો:
Post a Comment