નેજવાને પાંદડે પોઢ્યા - અનિલ જોશી
આવળનાં ફૂલ પીળા રંગના ખાબોચીયાં, એમાં વેરાન પડી ન્હાય |
સ્વર - ઉષા મંગેશકર
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
ને જવાને પાંદડે પોઢ્યા માધવ તમે,
એટલે હું પાન નહીં તોડૂં.
ધખતી બપોરમાં બળતું વેરાન,
બધે ઉના તે વાયરા ફૂંકાતા,
ભાદરવે તડકાનાં પૂર ચડ્યા એટલાં કે,
છાયડાંઓ જાય છે તણાતા.
બંધ કરું પોપચાં તો વરસે છે છાંયડી,
એટલે વેરાન નહીં છોડું.
પીળચટ્ટા ગીતમાંથી ઊડીને પતંગિયા,
આવળના ફૂલ થઇ છવાય.
આવળનાં ફૂલ પીળા રંગના ખાબોચીયાં,
એમાં વેરાન પડી ન્હાય.
આવા વેરાનને બાંધતા દોરીને જેમ,
વગડાનું ગાન પડે થોડૂં.
0 પ્રત્યાઘાતો:
Post a Comment