ઘમ્મર ઘમ્મર ઘૂમે - ગીત
સાસરિયા વિશે સ્ત્રીને હંમેશા જિજ્ઞાસા હોય છે. આપણા સંગીતમાં સાસરિયાની મીઠી મજાક કરતા કે તેમના વિશે કલ્પના કરતા ઘણા ગીતો છે. જેવા કે, ધમ ધમકધમ સાંબેલું, મારે રે સુપડે પાણો ને દાણો, ધમ રે ઘંટી ધમધમ થાય, આજ રે સપનામાં, વગેરે વગેરે. આ ગીતોની અનોખી મજા છે. માણીએ એવું જ એક ગીત.
સ્વર - આશા ભોંસલે
ઘમ્મર ઘમ્મર ઘમ્મર ઘૂમે,
વલોણું ઘમ્મર ઘૂમે,
રૂમકઝૂમક ઝાંઝરના શોરમાં,
ઉગતો રે પોર, બોલે રે મોર,
દૂર દૂર ડુંગરાની ઓરમાં.
ભૂરાં ભૂરાં *** જેવો *** મારો ગોરો
સાસરિયામાં દેવ જેવો સસરો મોરો,
બગડી લાઠી જેવી નણંદી મોટરકાર,
ચંડીકા સ્વરૂપ મારી સાસુ ખાટી છાસ.
મ્હેકે અંગ મારુ જુવાનીના તોરમાં,
ઉગતો રે પોર, બોલે રે મોર,
દૂર દૂર ડુંગરાની ઓરમાં.
સૂપડું સવાલાખનું ઝટકો રે ઝરઅકો,
જેટલા દાણા એટલા પાણા,
પાણા એટલા સાસરિયાના
દાણા એટલા મહિયરિયાના.
ઝટકો રે ઝટકો.
બોલો નવતર વહુ તમારા સાસુ હશે કેવા,
રંગે હશે લીલા સ્વાદે તીખાં મરચાં જેવા,
બોલો નવતર વહુ તમારા સસરા હશે કેવા,
સુખે દુખે રૂઠે એને કાંઇ ન લેવાદેવા
બોલો નવતર વહુ તમારા નણંદ હશે કેવા,
બિલાડીની જેમ જઇની ચાડી ખાય એવા
બોલો નવતર વહુ તમને વરજી ગમે કેવા,
હું હુ. નહી કવ
બોલો નવતર વહુ તમને વરજી ગમે કેવા,
ઢીલા ઢીલા ધૂસ જાણે **** જેવા
સ્વર - આશા ભોંસલે
ઘમ્મર ઘમ્મર ઘમ્મર ઘૂમે,
વલોણું ઘમ્મર ઘૂમે,
રૂમકઝૂમક ઝાંઝરના શોરમાં,
ઉગતો રે પોર, બોલે રે મોર,
દૂર દૂર ડુંગરાની ઓરમાં.
ભૂરાં ભૂરાં *** જેવો *** મારો ગોરો
સાસરિયામાં દેવ જેવો સસરો મોરો,
બગડી લાઠી જેવી નણંદી મોટરકાર,
ચંડીકા સ્વરૂપ મારી સાસુ ખાટી છાસ.
મ્હેકે અંગ મારુ જુવાનીના તોરમાં,
ઉગતો રે પોર, બોલે રે મોર,
દૂર દૂર ડુંગરાની ઓરમાં.
સૂપડું સવાલાખનું ઝટકો રે ઝરઅકો,
જેટલા દાણા એટલા પાણા,
પાણા એટલા સાસરિયાના
દાણા એટલા મહિયરિયાના.
ઝટકો રે ઝટકો.
બોલો નવતર વહુ તમારા સાસુ હશે કેવા,
રંગે હશે લીલા સ્વાદે તીખાં મરચાં જેવા,
બોલો નવતર વહુ તમારા સસરા હશે કેવા,
સુખે દુખે રૂઠે એને કાંઇ ન લેવાદેવા
બોલો નવતર વહુ તમારા નણંદ હશે કેવા,
બિલાડીની જેમ જઇની ચાડી ખાય એવા
બોલો નવતર વહુ તમને વરજી ગમે કેવા,
હું હુ. નહી કવ
બોલો નવતર વહુ તમને વરજી ગમે કેવા,
ઢીલા ઢીલા ધૂસ જાણે **** જેવા
0 પ્રત્યાઘાતો:
Post a Comment