સૂના સરવરિયાને કાંઠડે - અવિનાશ વ્યાસ
સ્વર - બીજલ ઉપાધ્યાય
ગીત,સંગીત - અવિનાશ વ્યાસ
સૂનાં સરવરીયાને, કાંઠડે હું,
બેડલું મેલીને ન્હાવા ગઇ,
પાછી વળી ત્યારે બેડલું નંઇ, બેડલું નંઇ..
હું તો મનમાં ને મનમાં મુઝાઇ મારી બઇ,
શું રે કે'વું મારે માવડીને જઇ,
પાછી વળી ત્યારે બેડલું નંઇ, બેડલું નંઇ..
કેટલું રે કહ્યું, પણ કાળજું ના કોર્યું,
ને ચોરી ચોરી ને એણે બેડલું ચોર્યુ,
ખાલીખમ બેડલાંથી વળે ના કંઇ,
પાછી વળી ત્યારે બેડલું નંઇ, બેડલું નંઇ..
નીતરતી ઓઢણી ને નીતરતી ચોળી,
ને બેડલાંનો ચોર મારે કેમ રહેવો ખોળી?
દઇ દે બેડલું મારે દલડાંને દઇ,

0 પ્રત્યાઘાતો:
Post a Comment