ડુંગરમાં મીઠી મીઠી મોરલી વાગે - રમેશ ગુપ્તા
કવિ, સંગીત - રમેશ ગુપ્તા
સ્વર - રાજકુમારી
વાગે રે, વાગે રે, વાગે રે,
ઓલ્યાં ડુંગરમાં મીઠી મીઠી મોરલી વાગે રે.
મોરલીનો સાદ સુણી હૈયું લાગે ડોલવા,
હૈયું લાગે ડોલવાને મોર લાગે બોલવા.
એવું મીઠું સંગીત લાગે રે.
આંખો શોધે છે એને ઘેરાઘેરા તાનમાં,
ઘેરો ઘેરોનાદ એનો ઊડે પવનમાં,
સુણી અંતરમાં તાર જાગે રે.
મનડું નાચવા લાગે એના સૂરથી,
એની જૂની જૂની ઓળખાણ લાગે,
મુરલી વગાડનાર કોણ હશે,
તોય દિલડાંમાં લાલસા જાગે.
સ્વર - રાજકુમારી
વાગે રે, વાગે રે, વાગે રે,
ઓલ્યાં ડુંગરમાં મીઠી મીઠી મોરલી વાગે રે.
મોરલીનો સાદ સુણી હૈયું લાગે ડોલવા,
હૈયું લાગે ડોલવાને મોર લાગે બોલવા.
એવું મીઠું સંગીત લાગે રે.
આંખો શોધે છે એને ઘેરાઘેરા તાનમાં,
ઘેરો ઘેરોનાદ એનો ઊડે પવનમાં,
સુણી અંતરમાં તાર જાગે રે.
મનડું નાચવા લાગે એના સૂરથી,
એની જૂની જૂની ઓળખાણ લાગે,
મુરલી વગાડનાર કોણ હશે,
તોય દિલડાંમાં લાલસા જાગે.
0 પ્રત્યાઘાતો:
Post a Comment