અમદાવાદના રસ્તા પહોળા
ને વચમાં મૂકી આડાશો કે રાજ લવિંગ લ્યો.
ના ના ડરી કાં જાવ. ગુજરાતી સાહિત્યને એક (ભયાનક) કવિતાની ભેટ આપી સમૃધ્ધ(??) બનાવવાની કોઇ જ ઇચ્છા નથી. પણ આ તો ઘણા દિવસથી જે જોવું છું તે જોઇને વિનોદ જોશીની કવિતા (થોડાં ફેરફારો સાથે) યાદ આવી ગઇ.(ના ના કંઇ આડું અવળું નથી જોયું ભાઇ!)

મેં સાંભળ્યું (અને જોયું પણ) છે કે લીસા લીસા ગોરા ગાલ પર કાળો કાળો તલ 'બ્યુટી સ્પૉટ' ગણાય છે. RTO પણ શહેરને સુંદર બનાવવા આ લીસા લીસા રસ્તા પર આવા 'બ્યુટીસ્પૉટ' ઉભા કરે છે. બાકી આ તો જબરૂ કહેવાય. પહેલા ઘર અને દુકાન તોડી રસ્તા પહોળા કરો અને પછી આડશો વડે અવરોધો. !!!!!
0 પ્રત્યાઘાતો:
Post a Comment