એક જોઇ જુવાનડી લાખમાં - લોકગીત
ફિલ્મ - હલામણ જેઠવો
સ્વર - આશા ભોંસલે, મહેન્દ્ર કપૂર
સંગીત - ગૌરાંગ વ્યાસ
હો...હું તારું અંગરખુ ઓઢી શ્રાવણ થઇને આવ્યો છું,
હો ધરતી તારી પ્યાસ બુઝવવા, પ્રીતના પાણી લાવ્યો છું
આવી જા,આવી જા,આવી જા.
હો મનગમતાં ભમરા, સરવરીયાને ઘાટ
હું કમલીની આંખ પ્રસારી, જોતી તારી વાટ
એક જોઇ જુવાનડી લાખમાં,
જેવી જોઇ તેવી વસી ગઇ આંખમાં.
એક જોયો જુવાન મે તો લાખમા
જેવો જોયો તેવો વસી ગયો આંખમાં
ચંદરમાને ઘડતા ઘડતા ઘડી પ્રભુએ ગોરી
સારા જગનુ યૌવન એણે માથે લીધુ ઢોળી
ચિતડાની ચોર આવી મારા વાંકમાં
જેવી જોઇ તેવી વસી ગઇ આંખમાં.
એક જોયો જુવાન મે તો લાખમા
જેવો જોયો તેવો વસી ગયો આંખમાં
રૂપ રતુંબલ એવું જાણે ઉગતો કોઇ ફોર
કંઠ કામણગારો જાણે, ટહુકે કોઇ મોર્,
રાખો નથણીનુ મોતી તારી નાકમા
જેવો જોયો તેવો વસી ગયો આંખમાં
એક જોઇ જુવાનડી લાખમાં,
જેવી જોઇ તેવી વસી ગઇ આંખમાં.
સરવરીયામાં ડોલે જાણે કોઇ કમળની પાંખડી
વીજના ચંદર જેવી એની તીરછી ભમ્મર વાંકડી
જાણે કોયલ બેઠી કેસૂડાના બાગમા
જેવી જોઇ તેવી વસી ગઇ આંખમાં.
એક જોયો જુવાન મે તો લાખમા
જેવો જોયો તેવો વસી ગયો આંખમાં
જનમજનમની સંતાકૂકડી હળવેથી સંભરુ
આજ મળ્યો મનનો માન્યો,સફળ થયો જન્મરો
હવે નહીં જાવા દવ, આવ્યો મારા લાગમા
જેવો જોયો તેવો વસી ગયો આંખમાં
એક જોઇ જુવાનડી લાખમાં,
જેવી જોઇ તેવી વસી ગઇ આંખમાં.
સ્વર - આશા ભોંસલે, મહેન્દ્ર કપૂર
સંગીત - ગૌરાંગ વ્યાસ
હો...હું તારું અંગરખુ ઓઢી શ્રાવણ થઇને આવ્યો છું,
હો ધરતી તારી પ્યાસ બુઝવવા, પ્રીતના પાણી લાવ્યો છું
આવી જા,આવી જા,આવી જા.
હો મનગમતાં ભમરા, સરવરીયાને ઘાટ
હું કમલીની આંખ પ્રસારી, જોતી તારી વાટ
એક જોઇ જુવાનડી લાખમાં,
જેવી જોઇ તેવી વસી ગઇ આંખમાં.
એક જોયો જુવાન મે તો લાખમા
જેવો જોયો તેવો વસી ગયો આંખમાં
ચંદરમાને ઘડતા ઘડતા ઘડી પ્રભુએ ગોરી
સારા જગનુ યૌવન એણે માથે લીધુ ઢોળી
ચિતડાની ચોર આવી મારા વાંકમાં
જેવી જોઇ તેવી વસી ગઇ આંખમાં.
એક જોયો જુવાન મે તો લાખમા
જેવો જોયો તેવો વસી ગયો આંખમાં
રૂપ રતુંબલ એવું જાણે ઉગતો કોઇ ફોર
કંઠ કામણગારો જાણે, ટહુકે કોઇ મોર્,
રાખો નથણીનુ મોતી તારી નાકમા
જેવો જોયો તેવો વસી ગયો આંખમાં
એક જોઇ જુવાનડી લાખમાં,
જેવી જોઇ તેવી વસી ગઇ આંખમાં.
સરવરીયામાં ડોલે જાણે કોઇ કમળની પાંખડી
વીજના ચંદર જેવી એની તીરછી ભમ્મર વાંકડી
જાણે કોયલ બેઠી કેસૂડાના બાગમા
જેવી જોઇ તેવી વસી ગઇ આંખમાં.
એક જોયો જુવાન મે તો લાખમા
જેવો જોયો તેવો વસી ગયો આંખમાં
જનમજનમની સંતાકૂકડી હળવેથી સંભરુ
આજ મળ્યો મનનો માન્યો,સફળ થયો જન્મરો
હવે નહીં જાવા દવ, આવ્યો મારા લાગમા
જેવો જોયો તેવો વસી ગયો આંખમાં
એક જોઇ જુવાનડી લાખમાં,
જેવી જોઇ તેવી વસી ગઇ આંખમાં.
0 પ્રત્યાઘાતો:
Post a Comment