આઠ કુવાને નવ પાવડા : લોકગીત
આમ તો ગ્રીષ્મ ૠતુનો official રીતે પ્રારંભ થવામા હજી એક મહિનાની વાર છે. પણ સૂરજદાદાના આક્રોશને કારણે તેનો અનુભવ એક મહિના પહેલાથી જ ચાલુ થઇ ગયો છે. એમા પણ આ ગરમીમા પરીક્ષાની તૈયારી કરવાની એટલે હ્રદયના ઉંડાણમાંથી એક જ ચિત્કાર ઉઠે છે ' ભગવાન તુ સાચે જ નિર્દય છે. નાનાબાળકની સહેજે પરવા જ નથી.' મને તો અત્યારે હિપ્પોપોટેમસની જેમ પાણીમા પડ્યા રહેવાની ઈચ્છા થાય છે.પણ...! ગરમી સહન કર્યે જ છૂટકો......
ફિલ્મ - રેતીનાં રતન
સ્વર - પ્રફુલ્લ દવે અને મીના પટેલ
લોકગીત
સંગીત - અવિનાશ વ્યાસ
એ વ્હાલા, આઠ કુવાને નવ પાવડા હોજી રેઆવશે જો ને પાણીડાની હાર
મારા રાજ, કલગીવાળો કાન, કે કાન મારો ઠુમકડું રે
આથે તે કાન ઘોડે ખેલવે જોને, હે કાન મુને ઘડુલો ચડાવ્યો

હે... તારો કનુડો મારી ટોચડો જીરે, હો આવ મારા ઘર કેરી વાટ
મારા રાજ, કલગીવાળો કાન, કે કાન તારો ઠુમકડું રે
કેડ રે મરડીને ઘડો ઉચ્ક્યો જી રે,તૂટી મારા કમખાની કસ જી રે

હે... કમર ઘુઘરી રે, ભલે વરસ્યા રે ઝીણા ઝીણા મોર

0 પ્રત્યાઘાતો:
Post a Comment