હે તને જાતાં જોઇ પનઘટની વાટે - અવિનાશ વ્યાસ
સ્વર - મુકેશ
સ્વર - મનહર ઉધાસ
હે તને જાતાં જોઇ પનઘટની વાટે, મારું મન મોહી ગયું;
હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, મારું મન મોહી ગયું.
હે તને જાતાં જોઇ…
કેડે કંદોરો ને કોટમાં દોરો,
તારા લહેરિયાની લાલ લાલ ભાતે, મારું મન મોહી ગયું.
હે તને જાતાં જોઇ…
બેડલું માથે ને મહેંદી ભરી હાથે,
તારી ગાગરની લકાતી ઝાંટે, મારું મન મોહી ગયું.
હે તને જાતાં જોઇ…
રાસે રમતી, આંખને ગમતી
પૂનમની રઢિયાળી રાતે, મારું મન મોહી ગયું.
હે તને જાતાં જોઇ…
હે તને જાતાં જોઇ પનઘટની વાટે, મારું મન મોહી ગયું;
હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, મારું મન મોહી ગયું.
1 પ્રત્યાઘાતો:
Nice dispatch and this mail helped me alot in my college assignement. Thanks you for your information.
Post a Comment