Sunday, 2 May 2010

છેલ્લા કેટલાક સમયથી અમદાવાદના જાહેર માર્ગ પર મોટાં મોટા પૉસ્ટર જોવાં મળે છે. 'મકાન ખરીદવાની અદભુત તકઃ ન્યુ મણિનગરમાં', 'મકાન મેળવોઃ ન્યુ ઘોડાસરમાં'.



આ વાંચીને પહેલા તો મને થયું, અમદાવાદનો નકશો ક્યારે બદલાયો. ભારતમાંથી જેમ મધરાતે પાકિસ્તાન અલગ પડ્યું તેજ રીતે મણિનગરમાંથી નવું મણિનગર ક્યારે સર્જાયું. મણિનગરમાં છેલ્લા ૧૫ વર્ષથી રહું છું, એક એક ગલીને ખુંદી વળ્યા છે, પણ આટલા વર્ષોમાં નવું મણિનગર ક્યાંય જોયું નહીં. આખરે જાહેરાત ધ્યાનથી વાંચી તો નીચે નાના અક્ષરે લખેલ હતું, 'નારોલ અને વટવા પાસે.' અને હા નવું ઘોડાસર ક્યાં અવ્યું માલુમ છે, વીંઝોલ ગામ પાસે.

લોકેને કેવી મુર્ખ બનાવે છે, જાણે કશી સમજ જ ન પડતી હોય. મણિનગર એટલે અમદાવાદનો સહુથી પોશ વિસ્તાર. ગુજરાતનાં મુખ્યમંત્રીને પણ પોતાની ગાદી સાચવવા અહીંની પ્રજાને પહેલું પ્રાધાન્ય આપવું પડે. કાંકરિયા, BRTS, બાલવાટિકા જેવાં અનેક સુંદર સ્થળોથી શોભતું મણિનગર મકાન શોધનાર માટે પહેલી પસંદગી ગણાય. જ્યારે નારોલ અને વટવા વગેરે તો ઔધ્યોગિક વિસ્તારો. હજારો ફેક્ટરિયો ત્યાં વસેલી. વાતાવરણ પણ પ્રદુષિત, આથી રહેવા યોગ્ય વિસ્તાર ન ગણાય.

આવા પ્રદુષણ માટે નામચીન વિસ્તારોને 'ન્યું મણિનગર'નું લેબલ આપી પોતાના મકાન ખપાવાની પેરવી લાગે છે. લોકોને કેટલા મુર્ખ ધારે છે આ બિલ્ડરો. સારું છે, હજી 'ન્યું અમદાવાદ' વસાવા તૈયાર નથી થયાં.

1 પ્રત્યાઘાતો:

Ajay Wednesday, June 09, 2010 11:44:00 pm  

તમારી આ વાત એકદુમ સાચી છે પણ આ નાના અક્ષર માં લખવા ની યુક્તિ એલોકો અમેરિકા જેવા દેશ પાસે થી સીખીયા છે..હું અહી ઘણા વર્ષ થી રહું છું એટલે અનુભવથી કહું છું.ઇન્ડિયા ની હાલત ભવિષ્ય માં અમેરિકા જ જેવી થવા ની છે.જોયા કરજો.

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP