મારો છે મોર - બાળગીત
થોડા સમય પહેલાં મે બપોરે મોરના દર્શન થયાંની વાત લખી હતી.(ભૂલી ગયાં?? ફરી વાંચી લો) ફરી વાર, આ મજાનું દ્રશ્ય જોવા મળ્યું. સાંજે ઓફિસથી આવ્યો તો જોયું કે મોર અને ઢેલ આંગણામાં કિલ્લોલ કરતાં હતાં. ફટાફટ થોડા ચોખા લાઇ આંગણાંમાં વેરી દીધા. તેમને પ્રેમપૂરવક ચણતાં જોવામાં એટલી મજા આવી વાત ન પૂછો!!! આ બાળગીત મને સાંભર્યા વગર કેમ રહે?
મેઘધનુષ્ય
મારો છે મોર,
મારો છે મોર
મોતી ચરંતો મારો છે મોર!
મારી છે ઢેલ,
મારી છે ઢેલ,
મોતી ચરંતી મારી છે ઢેલ
મારો છે મોર,
મારો છે મોર
માળામાં બેસનાર મારો છે મોર !
મારી છે ઢેલ,
મારી છે ઢેલ,
ડાળીએ બેસનાર મારી છે ઢેલ
મારો છે મોર,
મારો છે મોર
રાજાનો માનીતો મારો છે મોર!
મારી છે ઢેલ,
મારી છે ઢેલ,
રાણીની માનીતી મારી છે ઢેલ!
બોલે છે મોર,
બોલે છે મોર
સોનાને ટોડલે બોલે છે મોર!
બોલે છે ઢેલ,
બોલે છે ઢેલ
રૂપાને બારણે બોલે છે ઢેલ.
0 પ્રત્યાઘાતો:
Post a Comment