કુર્યાત સદા મંગલમ : લગ્નગીત
આશિષો પ્રભુની સદા વરસજો, કુર્યાત સદા મંગલમ.
જે જે સ્વપ્ન તમે રચ્યાં જીવનમા, એ સહુ પ્રભુ પૂરજો,
રિધ્ધી-સિધ્ધી અનેક પ્રાપ્ત કરીને, કુર્યાત સદા મંગલમ.
અગ્નિદેવની સાક્ષીએ કર ગ્રહ્યાં, પૂરી પ્રતિજ્ઞા કરી,
યાત્રાઓ સંસારની શરુ કરો, કુર્યાત સદા મંગલમ.
કુર્યાત સદા મંગલમ, કુર્યાત સદા મંગલમ.
0 પ્રત્યાઘાતો:
Post a Comment