સંધ્યાની જેમ ક્ષણમાં ઢળી જાય છે સમય :આઝાદ
કવિ -આઝાદ
સ્વર - મનહર ઉધાસ
સમયનો સાદો નિયમ છે કે એ અટકતો નથી,
નિયમ છે પ્રેમનો સાદો, કદિ ખટકતો નથી.
તમારો સાદો નિયમ છે સહુને ભટકાવો,
ને મારો સાદો નિયમ છે કે હુ ભટકતો નથી.
સંધ્યાની જેમ ક્ષણમાં ઢળી જાય છે સમય,
સદભાગી કો'કને જ ફળી જાય છે સમય
રહેશો ના કોઇ પણ આ,સમયના ગુમાનમા,
સરતો હવાની જેમ સરી જાય છે સમય
સંધ્યાની જેમ ક્ષણમાં ઢળી જાય છે સમય,
સદભાગી કો'કને જ ફળી જાય છે સમય
ક્યારેય કોઇ એકનો થઇને રહ્યો નથી
રાજા અને નવાબનો બદલાય છે સમય
સંધ્યાની જેમ ક્ષણમાં ઢળી જાય છે સમય,
સદભાગી કો'કને જ ફળી જાય છે સમય
'આઝાદ' વણઉકેલ સમસ્યા છે આ સમય,
સમજી શકે છે એમને સમજાય છે સમય.
સંધ્યાની જેમ ક્ષણમાં ઢળી જાય છે સમય,
સદભાગી કો'કને જ ફળી જાય છે સમય
1 પ્રત્યાઘાતો:
'આઝાદ' વણઉકેલ સમસ્યા છે આ સમય,
સમજી શકે છે એમને સમજાય છે સમય.
સંધ્યાની જેમ ક્ષણમાં ઢળી જાય છે સમય,
સદભાગી કો'કને જ ફળી જાય છે સમય
વાહ્
યાદ આવી
શબરીજીને ફળી ગયાં એ બોર અને એ નામ
બાનાં આંસુ બોર બોર પણ ના ફરકે એ રામ
જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે..
..પ્રજ્ઞાજુ
Post a Comment