ઓધાજી, મારા વ્હાલાને વઢીને કેજો જી - ભગા ચારણા
કાલે આપણે જૂનાગઢની થોડી વાતો કરી.આજે પણ એ વાતો આગળ ધપાવીયે.
મારા માટે તો જૂનાગઢનુ સહુથી મોટુ આકર્ષણ એટલે ઉપરકોટ કિલ્લો. તે અહીંના રા'ખેંગારનો મહેલ હતો. પણ મને તો રા' કરતા તેની રાણી રાણકદેવીનુ પ્રલોભન આ ઉપરકોટ જોવા તલપાપડ બનાવે છે.ગુજરાતી સાહિત્યમા તેનુ પાત્રાલેખન ખૂબ જ અસરકારક રીતે કર્યું છે.રાણકદેવી સાચ્ચે જ ગૌરવવંતુ અને તેજ્સ્વી નારી હશે.તે સમગ્ર સોરઠની આત્મા હતી. સોલંકીઓ સામેના યુધ્ધમા તેણે સમગ્ર જૂનાગઢને ટકાવી રાખવા મટે બળ પૂરૂ પાડ્યું હતું. તેનીજ પ્રેરણાને લીધે સોલંકીઓ માટે જૂનાગઢ સર કરવુ અશ્કય બની ગયુ હતું. પરંતુ આખરે સોલંકીઓ એ દગાપૂર્વક કિલ્લાનો દરવાજો ખોલી નાખ્યો અને આ જીવસટોસટના સંગ્રામમા રા'ખેંગાર વીરગતિ પામ્યો. એટલુ જ નહી રાણકની આંખ સામે ગુજરાતનો નાથ સિધ્ધ્રાજ જયસિંહ તેની આંખ સામે તેના આઠ કે નવ વર્ષના બળકને ક્રુર પણે રહેંસી નાખે છે ત્યારે પણ તે હિમ્મત હારતી નથી. જૂનાગઢ પડ્યુ, રા' હાર્યો પણ રાણકદેવી, રાણકદેવી તો અડગ રહી.
વિજેતા હોવા છતા સિધ્ધરાજ રાણકને તાબે કરી શક્તો નથી. રાણકે પોતાનું ગધુ ગુમાવ્યુ, પણ તેનુ સ્વાભિમાન તો ગિરિનારની જેમ અડગ રહ્યું. મને તો રાણકદેવીની આ અડગતા પૃથ્વીપ્રવેશ કરતી સીતા કે પછી કુરુસભામા વેધક પ્રશ્નો પૂછતી દ્રોપદીની યાદ અપાવે છે.અંતે રાણકદેવી પોતાના પતિનુ માથું ખોળામા મૂકીને વઢવાણ પાસે સતિ થઇ.
આ બધી વાતોમા ક્યાંક અતિશ્યોક્તિ પન હોઇ શકે. પણ રાણકદેવી સૌરષ્ટ્રની લોકકથાનુ સુવર્ણ પૃષ્ઠ બનિ ગઈ એ ચોક્કસ.
અરે બાપરે! બહુ વાતો થઇ દઇ આજે. હવે તમે વધુ કંટાળો એ પહેલા આજે લતા મંગેશકરના અવાજમા આ હ્રદયસ્પર્શી કૃષ્ણગીત
ગીત - મીઠો/ ભગો ચારણ
સ્વર - લતા મંગેશકર
સ્વર - ઐશ્વર્યા
સ્વર -પ્રફુલ્લ દવે
હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
હે મનાવી લેજો રે
હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લેજો જી
મથુરાના રાજા થ્યા છો
ગોવાળોને ભૂલી ગ્યા છો
માનીતીના મ્હોલે રહ્યાં છો.
એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો જી
એકવાર ગોકૂળ આવો
માતાજીને મોંઢે થાઓ,
ગાયો ને હંભારી જાઓ રે
હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લેજો જી
મારા વ્હાલાને વઢીને કે’જો જી
કુબ્જા રંગે કાળી
કાળા તમે વનમાળી
આવી જોડી ક્યાંય ના ભાળી રે
એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો રે
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો રે
વ્હાલાની મરજીમાં રહેશું
જે કહેશે તે લાવી દેશું
કુબજા ને પટરાણી કેશું રે
એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો જી
તમે છો ભક્તોના તારણ
એવી અમને હૈયા ધારણ
હે ગુણ ગાય ભગો ચારણ
એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો જી
સરખી સાહેલી સાથે
કાગળ લખ્યો મારા હાથે
વાંચ્યો નહીં મારા નાથે
એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો રે
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો રે
મથુરાને મારગ જાતા
લૂંટી તમે માખણ ખાતા
તોડ્યા કેમ જુના નાતા રે
એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો રે
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો રે
દાસ રે મીઠાના સ્વામી,
આવો તમે અંતર્યામી,
પડી શું મારામાં ખામી રે.
એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો રે
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો રે
0 પ્રત્યાઘાતો:
Post a Comment