Sunday 9 May 2010

મુજ માડીએ શીખવ્યાં જે ગીતડાં : નરસિંહરાવ દિવેટીઅા

સહુને માતૃદિનની શુભેચ્છા.

એક મમતાભરી માતા પોતાની દીકરીને શીખવતાં ભૂતકાળમાં સરી પડે છે. આ નાનકદાં ગીતનો વ્યાપ ભૂતકાળથી ભવિષ્ય સુધીનો છે. પોતાની દીકરીને શીખવતાં યાદ આવતો ભૂતકાળ અને માતા સાથેના સંસ્મરણો, અને પોતાની દીકરી પણ ભવિષ્યમાં પોતાને આવી જ રીતે યાદ કરશે તે જાણતા થતી ગદગદ અવસ્થા, આમ એક સાથે અનેક ભાવો આ ગીતમાં ઝીલાયા છે.

સાક્ષરવર શ્રી નરસિંહ દિવેટીયાએ કેટલાંક ઉત્તમ ભાવાનુવાદ આપ્યા છે. મૅડમ આલ્બનીના કૉન્સર્ટમાં સાંભળેલા ગીત 'Songs My Mother Taught Me'નો તદ્દન પોતીકો લાગે તેવો ભાવાનુવાદ આ ઊર્મીગીતમાં રજૂ થાય છે. અને હા આજે આ ગીતનું અંગ્રજી મૂલરૂપ પણ સંગીત સાથે મૂછું તેને પણ માણજો.

ભાવાનુવાદ - નરસિંહ દિવેટીયા
સ્વર - ફાલ્ગુની શેઠ
સંગીત - અજિત શેઠ



મુજ માડીએ શીખવ્યાં જે ગીતડાં;
ગાતાં મુજને હ્રદય કંઇ કંઇ થાય જો.
સૂર અનુપમ એ અમી ભરેલાં મીઠડાં,
ભૂત સમયમાં મને ખેંચી જાય જો.

બાળકડી હું માડી કંઠે ઝૂલતી
ચુંબન મોંઘા, માડી લેતી વ્હાલમાં
ગીત તણી નવી સૂરઘટના એ ભૂલતી
શીખવતી કંઇ રસતા ચાહો તાલમાં.

શીખવું મુજ બાળકીને જૂનાં ગીતએ,
ને નયન છબી જૂની તરતી પ્રીતમાં,
ને હ્રદયમાં વહે આંસુ છાની રીત એ,
શીખવતાં મુજ માડી શીખવ્યાં ગીતડાં.

English Version

Singer - Kirsten Flagstand



Songs my mother taught me,
In the days long vanished;
Seldom from her eyelids
Were the teardrops banished.

Now I teach my children,
Each melodious measure.
Oft the tears are flowing,
Oft they flow from my memory's treasure.

1 પ્રત્યાઘાતો:

Pinki Sunday, May 09, 2010 4:49:00 pm  

Ohhh... nice song you put

thanks for sharing

Pinki

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP