બાઇ મુને પિયરિયે ગમતું નથી રઘુનાથ બ્રહ્મભટ્ટ
ફિલ્મ - મહાસતિ સાવિત્રી
લોકગીત
સ્વર - ઉષા મંગેશકર
સંગીત - ધીરજ ધાનક
ઓ પંખીડાં જાજે, પારેવડાં જાજે,
જાજે મારાં પ્રીતમજીને દેશ, દે'જે આટલો સંદેશ,
બાઇ મુને પિયરિયે ગમતું નથી, ગમતું નથી.
નણંદીનો વીરો ઘડી ઘડી સાંભરે,
સાસરિયુંસાંભળે હંમેશ,
બાઇ મુને પિયરિયે ગમતું નથી, ગમતું નથી.
કારતકના કોડ વીત્યાં, વીત્યો રે શિયાળો,
ચૈતર વૈશાખ વીત્યાં, વીત્યો રે ઉનાળો,
વીતી ગયો બાળાવેશ
બાઇ મુને પિયરિયે ગમતું નથી, ગમતું નથી.
વીજળિ અષાઢની મુજને ચમકાવે,
શ્રાવણના મેઘ મારાં લોચન છલકાવે
ફરતી વિજોગણ વેશ, હવે આવોને પ્રાણેશ
બાઇ મુને પિયરિયે ગમતું નથી, ગમતું નથી.
લોકગીત
સ્વર - ઉષા મંગેશકર
સંગીત - ધીરજ ધાનક
ઓ પંખીડાં જાજે, પારેવડાં જાજે,
જાજે મારાં પ્રીતમજીને દેશ, દે'જે આટલો સંદેશ,
બાઇ મુને પિયરિયે ગમતું નથી, ગમતું નથી.
નણંદીનો વીરો ઘડી ઘડી સાંભરે,
સાસરિયુંસાંભળે હંમેશ,
બાઇ મુને પિયરિયે ગમતું નથી, ગમતું નથી.
કારતકના કોડ વીત્યાં, વીત્યો રે શિયાળો,
ચૈતર વૈશાખ વીત્યાં, વીત્યો રે ઉનાળો,
વીતી ગયો બાળાવેશ
બાઇ મુને પિયરિયે ગમતું નથી, ગમતું નથી.
વીજળિ અષાઢની મુજને ચમકાવે,
શ્રાવણના મેઘ મારાં લોચન છલકાવે
ફરતી વિજોગણ વેશ, હવે આવોને પ્રાણેશ
બાઇ મુને પિયરિયે ગમતું નથી, ગમતું નથી.
0 પ્રત્યાઘાતો:
Post a Comment