માનીતી શોક્ય - લોકગીત
સ્ત્રીની સહુથી મોટી દુશ્મન સ્ત્રી જ હોય છે, એવું ક્યાંક મે સાંભળ્યું છે. સ્ત્રી બધુ જ સહન કરી શકે પણ ઘરમાં શોક્યનો પડછાયો સહન ન કરી શકે. પ્રસ્તુત લોકગીતમાં નાયિકા પોતાની શોકને 'માનીતી' કહે છે. મા પોતાની દીકરીને માનીતી શોક્ય સાથે કેવો વહેવાર કરવો એની સમજ આપે છે.
મા ! મારી શોક તો માંદી પડી,
શું ઓસડ કરું માનીતી શોકને !
દીકરી ! આકડા-ધતૂરાનું મૂળ,
ઘસીને પાજો માનીતી શોકને !
મા ! મારી શોક તો મરી ગઇ,
કેમ કરીને રડું માનીતી શોકને !
દીકરી ! લીલી ચૂંદડી ઓઢજો,
ઓઢીને રડજો માનીતી શોકને !
મા ! મારી શોકને કૂટવા જવું,
કેમ કરીને કુટવું માનીતી શોકને !
દીકરી ! લીલી સાટીનનું કાપડ,
પે'રીને કૂટજો માનીતી શોકને !
મા ! મારી શોકને વળવવા જવું,
કેમ કરી જવું માનીતી શોકને !
દીકરી ! ચૂલે ખીચડી મેલજો,
ખાઇને જજો માનીતી શોકને !
0 પ્રત્યાઘાતો:
Post a Comment