અષાઢી સાંજના અંબર ગાજે - ઝવેરચંદ મેઘાણી
કાલે બપોરે અચાનક આ અષાઢગીત યાદ આવી ગયું. મને થયું કે તમારી સાથે માણવું જોઇએ. પછી થયું કે હજી અમદાવાદમાં એવો વરસાદ નથી પડ્યો કે નથી વીજળી ગાજી. આથી થોડો ખચકાટ થતો હતો. આખરે સાંજે ધમાકાભેર મેઘરાજાએ અમદાવાદમાં પધરામણી કરી. વરસાદ મન મૂકીને વરસ્યો. તમે પણ મન મુકીને સાંભળૉ આ ગીત.
કવિ - ઝવેરચંદ મેઘાણી
સ્વર - પ્રફુલ્લ દવે, લલીતા ઘોડાદ્રા
સંગીત - ???
આષાઢી સાંજના અંબર ગાજે,
અંબર ગાજે, મેઘાડંબર ગાજે.
માતેલા મોરલાના ટૌ'કા બોલે,
ટૌ'કા બોલે, ધીરી ઢેલડ ડોલે.
ગરવા ગોવાળીયાના પાવા વાગે,
પાવા વાગે, સૂતી ગોપી જાગે.
વીરાની વાડીઓમાં અમૃત રેલે,
અમૃત રેલે, ભાભી ઝરમર ઝીલે.
ભાભીની રાતીચોળ ચુંદડી ભીંજે,
ચુંદડી ભીંજે, ખોળે બેટો રીઝે.
0 પ્રત્યાઘાતો:
Post a Comment