કવિ ઉમાશંકર જોશીનો પરિચય
ઉત્તમ સર્જક, કવિ, એકાંકીકાર, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, અનુવાદક, સંપાદક તેમજ આજીવન શિક્ષક અને સાહિત્ય પત્રકાર ઉમાશંકર જેઠાલાલ જોષીનો જન્મ ઇડર તાલુકાના બામણા ગામમાં થયો હતો. તેમની ખ્યાતી ગુજરાત અને ભારતના પણ સીમાડા વીંધીને દેશદેશાવર પાર પહોંચી છે.
તેઓ બહુશ્રુત અને પ્રાજ્ઞ સારસ્વત હતાં. ગુજરાતને આંગણે સરસ્વતીની ધારા વહેવડાવનારા ભગીરથ હતા. અધ્યાપક ઉપરાંત ગુજરાતની સહુથી મોટી યુનિવર્સિટી 'ગુજરાત યુનિવર્સીટી'ના ઉપકુલપતિ તરીકે પણ તેમણે ફરજ નિભાવી હતી. કવિ રવિન્દ્રનાથ ઠાકુરની વિશ્વવિખ્યાત 'વિશ્વભારતી'ના આચાર્ય પણ થયા હતા. દિલ્હી સ્થિત 'સાહિત્ય અકાદમી'ના અધ્યક્ષ તરીકે અને રાજ્યસભાના સભ્ય તરીકે પણ તેમણે સેવાઓ આપી છે.
'વિશ્વશાંતિ','ગંગોત્રી','નિશીથ','પ્રાચીના','આતિથ્ય','વસંતવર્ષા','મહાપ્રસથાન',અભિજ્ઞા','ધારાવસ્ત્ર','સપ્તપદી' સુધીની તેમની 'સમગ્ર કવિતા'ની યાત્રામાં ગાંધીયુગ અને અનુગાંઘીયુગના વિચારો વહન કરતી ઉમાશંકરની કવિતા વીસમી સદીની વાસ્તવદર્શી કવિતા બની છે.
તેમણે 'શ્રાવણી મેળો' અને 'વિસામો' વાર્તાસંગ્રહો દ્વારા ગુજરાતી વાર્તાને નવું તેજ બક્ષ્યું છે. તેમણે એક નવલકથા લખી 'પારકો જણ્યો' જે એક નિરાળો પ્રયોગ લેખાઇ. 'સાપનો ભારો' અને 'હવેલી' જેવા એકાંકીઓ ગ્રામજીવનની વાસ્તવિકતાને અનોખી કલાત્મકતા આપનારાં નીવડ્યા છે. એમના 'ગોષ્ઠિ' તથા 'ઉઘાડી બારી'ના લલીત નિબંધો અપૂર્વ સારસ્વતા ઝળહળે છે.
'સમસંવેદન','કવિની શ્રધ્ધા','કવિની સાધના' જેવા વિવેચનગ્રંથો આપીને તેમણે કલાસાહિત્ય વિશે ઊંડી સૂઝ વ્યક્ત કરી છે. 'અખો એક અધ્યન' નામે સંશોધનગ્રંથ, હ્રદયમાં પડેલી છબીઓ (ભાગ ૧-૨), 'ઇસામુ શિદા' અને અન્ય ચારિત્રનિબંધો,'યુરોપયાત્રા' અને 'આંદામાનમાં ટહુક્યા મોર' જેવા પ્રવાસગ્રંથો તેમની પાસેથી મળ્યા છે.
તેમની સાહિત્યસાધનાની ફલશ્રુતીરૂપે તેમેને નર્મદચંદ્રક, રણજિતરામ સુવર્ણચંદ્રક, ભારતીય સાહિત્ય અકાદમી એવોર્ડ, ઉમા-સ્નેહરશ્મિ પારીતોષિક, સોવિયેત લૅન્ડ નહેરુ પુરસ્કાર, મહાકવિ કુમાર આશાન પુરસ્કાર અને દેશનો સર્વોચ્ચ જ્ઞાનપીઠના પુરસ્કાર વગેરે પ્રાપ્ત થયાં છે.
(સંદર્ભ - પાઠ્યપુસ્તકમંડાળ)
1 પ્રત્યાઘાતો:
Umashankarbhai was our friend of family Dr. Bhanuben and Dr. Jitubhai Trivedi.
When,HE BECAME Vive chansellor of Gujarat University I was finishing my Medical Degree.
They lived in Vice Chansellor's Univesity banglow and Bhanooben Our Oldest Sister and we lived in Proffesors Quaters ATIRA.
We had privilaged to enjoy the family and his great Poetry and Literature of Gujarat with Father C.G Valles, s.j
Rajendra Trivedi,M.D.
www.bpaindia.org
Post a Comment