મારી કને તો માત્ર - હર્ષ બ્રહ્મભટ્ટ
કવિ - હર્ષ બ્રહ્મભટ્ટ
સ્વર - ભૂપિંદર સિંગ
સંગીત - ગૌરાંગ વ્યાસ
મારી કને તો માત્ર આ મારું શરીર છે,
મારા બધાયે શ્વાસ તો જાણે ફકીર છે.
ખાલી આ મારી ભારની હાલતને ન જુઓ
મારી ભીતરનો આદમી કેવો અમીર છે.
છે કોણ જે બેસી રહ્યો છે રોકી શ્વાસને
ખળખળ નદીનું વ્હેણ જુઓ કેવું સ્થિર છે.
એમાં જુઓ વણતો રહુ છું રંગ સૃષ્ટિના
મારી ગઝલના પોતમાં મારો કબીર છે.
કેવી મજાથી ઝબકી રહી વીજ આભમાં
પોતે ખુદાના હાથની જાણે લકીર છે.
સ્વર - ભૂપિંદર સિંગ
સંગીત - ગૌરાંગ વ્યાસ
મારી કને તો માત્ર આ મારું શરીર છે,
મારા બધાયે શ્વાસ તો જાણે ફકીર છે.
ખાલી આ મારી ભારની હાલતને ન જુઓ
મારી ભીતરનો આદમી કેવો અમીર છે.
છે કોણ જે બેસી રહ્યો છે રોકી શ્વાસને
ખળખળ નદીનું વ્હેણ જુઓ કેવું સ્થિર છે.
એમાં જુઓ વણતો રહુ છું રંગ સૃષ્ટિના
મારી ગઝલના પોતમાં મારો કબીર છે.
કેવી મજાથી ઝબકી રહી વીજ આભમાં
પોતે ખુદાના હાથની જાણે લકીર છે.
1 પ્રત્યાઘાતો:
તમે ઘણી સારી રચનાઓ મુકો છો અને તે માણવાનો આનંદ પણ આવે છે, હું મારા બ્લોગ પર આવી રચના મુકવા માંગુ છું, કોશિશ કરી પણ તેમાં સફળ થયો નહિ કારણ ફાઈલ કમ્પ્રેસ કરી મુકવી તો કેમ તે સમજણ ના હોઈ ...
તમે જો ઉપરોક્ત બાબત માર્ગદર્શન આપી શકો તેમ હો તો આપવા વિનંતિ.
das.desai.net
ashok@desais.net
Post a Comment