Tuesday 20 July 2010

ખાલી શકુંતલાની આંગળી - અનિલ જોશી

અનિલ જોશીની આ સુંદર રચના છે. ગીતના શબ્દોમાં ખોવાય જવાય તેવું છે.

કવિ - અનિલ જોશી
સ્વર - અલ્કા યાજ્ઞિક
સંગીત - ????



કેમ સખી ચીંધવો પવનને રે,  હું તો ખાલી શકુંતલાની    આંગળી,
ઝંઝાના સુસવાટા પાંખમાં ભરીને ઊડું, આખુ ગગન   મારી ઇચ્છા.

વહેલી પરોઢનાં ઝાંખા ઉઘાડમાં ખરતાં   પરભાતિયાનાં      પીંછા
ઉરમાં તે માય નહિ, ઉડતો ઉમંગ મને આવીને કોઇ   ગયું સાંભળી.

ઝુકેલી    ડાળીનો    લીલો    વળાંક    લઇ    એવું    તો  મધુર ગાતો,
જંગલમાં ધોધમાર વરસે ગુલમ્હોર, ક્યાંય કાગડો થઇ ન જાય રાતો.
આજ મારી ફૂંકમાં કેવો ઉમંગ સખી, સૂર થઇ   ઊડી    જાય   વાંસળી.

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP