ઊંબરે ઊભી સાંભળુ રે - મણિલાલ દેસાઇ
કવિ મણિલાલ દેસાઇની જન્મજયંતીની સહુને શુભેચ્છા.ભાગ્યેજ કોઇ ગુજરાતીએ આ ગીત નહી સાંભળ્યું હોય. નાનપણમાં દૂરદર્શન પર લગભગ રોજ આ ગીત દર્શાવામાં આવતું. અને હા, રેડિયોમિર્ચીએ પોતાની પ્રસિધ્ધિ માટે આ ગીતની પેરેડી પણ બનાવેલી. તો મન મુકીને માણિયે આ ગીત.
મણિલાલ દેસાઇ ગુજરાતી કાનનનો લીલો ટહુકો થઇને નાની ઉંમરમાં ઊડી ગયો. પણ ઝાંઝરની ઘુઘરીમાં રણકતો તેનો લય વાગીશ્વરીનો શણગાય છે. ગામ પરિવેશમા લખાયેલા ગીતમાં તળપદ ભાષાનો લહેકો છે અને પ્રેમની નજાકત છે. સ્વપ્ન અને નિંદ્રા અમે બન્ને અવસ્થાને અદભુતરીતે સંનિધીમા મુકીને કવિ એ પ્રેમ અને માધુર્ય પ્રગટ કર્યા છે.
ગીત - મણિલાલ દેસાઇ
સ્વર - નિરૂપમા શેઠ
સંગીત - અજિત શેઠ
ઊંબરે ઊભી સાંભળુ રે બોલ વાલમનાં,
ઘરમાં સુધી સાંભળુ રે બોલ વાલમનાં.
ગામને પાદર ઘુઘરા વાગે,,
ઊંઘમાંથી માર સપના જાગે,
સપના રે લોલ વાલમનાં.
લોલ વાલમના, લોલ વાલમનાં
કાલ તો હવે વડલા ડાળે ઝુલશું રે લોલ,
કાલ તો હવે મોરલા સાથે કુદશું રે લોલ,
ઝુલતાં ઝોકો લાગશે મને, કુદતાં કાંટો વાગશે મને
વાગશે રે બોલ વાલમનાં, બોલ વાલમનાં
આજની જુદાઇ ગોફણ ઘાલી વીંધશું રે લોલ,
કાલ તો હવે મોરલા સાથે કુદશું રે લોલ,
ઝુલતાં ઝોકો લાગશે મને, કુદતાં કાંટો વાગશે મને
વાગશે રે બોલ વાલમનાં, બોલ વાલમનાં
આજની જુદાઇ ગોફણ ઘાલી વીંધશું રે લોલ,
વાડને વેલે વાલોળ-પાપડી વીણશું રે લોલ,
વીંઝતા પવન અડશે મને,વીણતાં ગવન નડશે મને
નડશે રે બોલ વાલમના, બોલ વાલમના.
વીંઝતા પવન અડશે મને,વીણતાં ગવન નડશે મને
નડશે રે બોલ વાલમના, બોલ વાલમના.
1 પ્રત્યાઘાતો:
બહુ સરસ ગીતનો ટહુકો છે.
Post a Comment