રમત રમાડે રામ - અવિનાશ વ્યાસ
હજી કાલે મારા પ્રિય સંગીતકારની પુણ્યતિથી ગઇ, તો આજે મારા પ્રિય ગાયક રફીસાહેબની પુણ્યતિથી છે. રફીસાહેબના અવાજની કોમળતાનો આજ સુધી જવાબ નથી. કાનને સતત સાંભળવો ગમે તેવો મખમલી અવાજનાં સ્વામી રફીસાહેબનાં સ્વરમાં આ ગીત માણીયે.
ફિલ્મ - રમત રમાડે રામ
ગીત,સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - મહમંદ રફી
આ તો રમત રમાડે રામ,
આ તો રમત રમાડે રામ,
આ તો રમત રમાડે રામ,
આ તો રમત રમાડે રામ
ઘડી મળી કાયાની પૂતળીને
માણસ રાખ્યું નામ,
આ તો રમત રમાડે રામ.
કોઇનું મીંઢળ કોઇને હાથે,
કોઇનું ભાવી કોઇની સાથે
કોઇનાં રથના કોઇ સારથી,
કોઇનાં રથના કોઇ સારથી,
કોઇને હાથ લગામ.
આ તો રમત રમાડે રામ
વિધાતા પણ કેવી વરસે નારી તારે માથે
અગ્નિપરિક્ષા સિતા સમીની રામચંદ્રને હાથે
અબોલ રહીને પીવે હલાહલ, તોય કો બદનામ.
અગમનિગમની રમત રામની,
કુદરત એનું નામ,
ભુલ કરીને ભોગવવા તારે,
તારા બુરા કામ.
બગડિ બાજી લે સુધારી,
હૈયે રાખી હામ.
આ તો રમત રમાડે રામ.
આ તો રમત રમાડે રામ.
આ તો રમત રમાડે રામ.
આ તો રમત રમાડે રામ.
2 પ્રત્યાઘાતો:
મખમલી અવાજનાં સ્વામી રફીસાહેબને તેમની પૂણ્યતીથિએ હૃદયથી વંદન !
આભાર !
રફી સાહેબ જેવા વૅર્સટાઇલ ગાયક મળવા મુશ્કેલ છે.
તેમને લાખ લાખ વંદન.
Post a Comment