મારી વેણીમાં ચાર ચાર ફૂલ - અવિનાશ વ્યાસ
ફરી આ ગીત હાજર છે એક નવા જ સ્વરમાં.
સ્વર - હેમા દેસાઇ
આજથી બે માસ પહેલા આ ગીત હંસા દવેના સ્વરમાં મુક્યું હતું. પણ તે આ ગીતનું આધુનિક સ્વરુપ હતું. આ ગીત મુળે તો એક ગુજરાત ચિત્રપટ 'સમય વર્તે સાવધાન'માં કૃષ્ણા કેલ્લેના સ્વરર્માં ગવાયેલ હતું. . તેને મેં ઘણું શોધ્યું. આ ખરે તે મને મળી ગયું. તો માણીયે આ ગીત તેના મુળ સ્વરૂપે.
અવિનાશ વ્યાસની રચના વિશે શું કહેવું? તેમનાં ગીતો સાંભળતાં હોઇએ તો એમ લાગે કોઇ લોકગીત સાંભળીયે છે અને લોકગીત સાંભળતા એમ લાગે કે આ અવિનાશ વ્યાસની રચના તો નથી ને!! એમા પણ, નારીનાં ભાવ વ્યક્ત કરતી રચનાઓનો તો કોઇ જવાબ જ નથી.
આજનુ આ કાવ્ય પણ ક્ંઇક એવૂં જ છે. પરિવારના સભ્યોને જે બધી ઉપમા આપી છે તે તો અદભુત છે. આવા ફૂલની સુગંધથી મહેકતો પરિવાર સહુનો થાય એવી શુભેચ્છા સાથે સાંભળીયે આ ગીત.
ચિત્રપટ - સમય વર્તે સાવધાન
ગીત, સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - કૃષ્ણા કેલ્લે
સ્વર - હંસા દવે
મારી વેણીમાં ચાર ચાર ફૂલ,
અંબોડલે સોહે, સોહામણી ઝૂલ
પહેલું ફૂલ,
જાણે મારા સસરાજી શોભતા
જાણે પેલું મોગરાંનું ફૂલ
એની સુવાસે મ્હેકે ઘર ઘરનો ઓરડો
ગંભીરને સૌમાં અતુલ
મારી વેણીમાં ચાર ચાર ફૂલ…
બીજું ફૂલ,
જાણે મારા સાસુજી આકરા
જાણે પેલું સૂર્યુમુખી ફૂલ
સૂરજ ઉગતાની સાથે માંડતુ એ મ્હેકવા
સાંજ સુધી કાઢતું એ ભૂલ
મારી વેણીમાં ચાર ચાર ફૂલ…
ત્રીજું ફૂલ
જાણે મારી નણંદ પેલી નાનકી
જાણે પેલું ચંપાનું ફૂલ
જ્યારે જુઓ ત્યારે ફૂલ્યું ને ફાલ્યું
મસ્તીમાં રહેતું મશગૂલ
મારી વેણીમાં ચાર ચાર ફૂલ…
ચોથું ફૂલ
જાણે મારા હૈયાના હારનું
જાણે પેલું રાતરાણી ફૂલ
દિવસે ના બોલે એ મોટાના માનમાં
રાતડીએ બોલે બૂલબૂલ
મારી વેણીમાં ચાર ચાર ફૂલ
0 પ્રત્યાઘાતો:
Post a Comment