કે મૈયર પાછું સાંભરે - વિનોદ જોશી
કવિ વિનોદ જોશીને ૫૫મી જન્મગાંઠની શુભેચ્છા. તેમનાં માનમાં માણીયે તેમનું આ ઊર્મિગીત.
કવિ - વિનોદ જોશી
સ્વર - વિરાજ-બીજલ
સંગીત - ક્ષેમુ દિવેટીયા
એવો પાદરમાં દીઠો અમીયેલ આંબલો,
એનાં ફળ રે મીંઠાને ગુણી છાલ,
કે મૈયર પાછું સાંભરે.
આખ્યું જેવી મંડાણી લીલા પાંદડે,
રાતી શેર એક ભરાય કૂણાં ગાલ,
આછા આછા પવન, આછી ઓઢણી,
તમે આછેરા પુછ્યા સવાલ
કે મૈયર પાછું સાંભરે.
આછે પાણી પીધાંને ચાવ્યા ટોપરાં,
નાખ્યું આખેથી શ્રીફળની કાથ,
પાછું ડગલું ભરીને ભૂંસી કેડીયું,
આગળ ઊભી અજાણી દીવાલ.
કે મૈયર પાછું સાંભરે.
કવિ - વિનોદ જોશી
સ્વર - વિરાજ-બીજલ
સંગીત - ક્ષેમુ દિવેટીયા
એવો પાદરમાં દીઠો અમીયેલ આંબલો,
એનાં ફળ રે મીંઠાને ગુણી છાલ,
કે મૈયર પાછું સાંભરે.
આખ્યું જેવી મંડાણી લીલા પાંદડે,
રાતી શેર એક ભરાય કૂણાં ગાલ,
આછા આછા પવન, આછી ઓઢણી,
તમે આછેરા પુછ્યા સવાલ
કે મૈયર પાછું સાંભરે.
આછે પાણી પીધાંને ચાવ્યા ટોપરાં,
નાખ્યું આખેથી શ્રીફળની કાથ,
પાછું ડગલું ભરીને ભૂંસી કેડીયું,
આગળ ઊભી અજાણી દીવાલ.
કે મૈયર પાછું સાંભરે.
1 પ્રત્યાઘાતો:
Very nice
Post a Comment