પહેલી મુલાકાતમાં - પ્રણયગીત
એક સૂચના - બ્લોગ પરથી ગીત અને શબ્દો કોપી કરવા સામે મને કોઇ જ વાંધો ન હતો અને હજી પણ નથી. પણ કાલે એક વાત જાણવા મળી જેમાં જો હું ત્વરીત પગલાં ન લવું તો કાયદાનો ભંગ થાય તેમ છે. આથી હાલપૂરતું તાત્કાલીક અસરથી કોપી-પૅસ્ટ અને રાઇટ ક્લીક ડીસએબલ કર્યા છે. તથા એ સમસ્યાનું કાયદા માન્ય સમાધાન શોધી રહ્યો છું. મળ્શે તો આપણી યાત્રા આગળ ચાલ્શે નહિ તો વહેલી તકે પૂર્ણવિરામ. આજે સાંભળો આ ગીત.
ફિલ્મ - સુખમાં સહુ, દુઃખમાં વહુગીત - ????
સ્વર - મહેન્દ્ર કપૂર, ઉષા મંગેશકર
સંગીત - ????
હે... કલેશ કરે ઘર ના રહે, કલેશથી સહુ વિખરાય,
હે... કલેશની ખપ્પર આગમાં, હે સુખ સહુના હોમાય.
પહેલી મુલાકાતમાં બસ પહેલી મુલાકાતમાં,
જોયું તમે શું એક થાતાં, પહેલી મુલાકાતમાં,
પ્રીતમ અને પ્રિયતમાની એ પ્રથમ મિલનરાતમાં,
બે જીવોને એક થાતાં જોયા સુહાગીરાતમાં.
હંસો-હંસી રમી રહ્યા બે, પ્રીતગંગાના ઘાટમાં.
જોયું અમે બસ એક થાતાં, પહેલી મુલાકાતમાં,
પહેલી મુલાકાતમાં બસ પહેલી મુલાકાતમાં,
જોયું અમે બસ એક થાતાં, પહેલી મુલાકાતમાં,
પ્યાલી હજારો પી ગયો, પણ બેહોશી આવી નહિ,
પ્યાલી અધરની જોઇને,અરે બેહોશી આવી ગઇ.
પહેલી મુલાકાતમાં બસ પહેલી મુલાકાતમાં,
જોયું તમે શું એક થાતાં, પહેલી મુલાકાતમાં,
આશક અને માશુકનાં એ નજરબંધન થઇ જતાં,
મહોબ્બતની મદિરામાં દીધાં મેં રૂપને પીગળી જતાં.
ખોવાયું ગયું જો દિલ વાતમાં ને વાતમાં
જોયું અમે બસ એક થાતાં, પહેલી મુલાકાતમાં,
પહેલી મુલાકાતમાં બસ પહેલી મુલાકાતમાં,
જોયું અમે બસ એક થાતાં, પહેલી મુલાકાતમાં,
પહેલી મુલાકાતમાં બસ પહેલી મુલાકાતમાં,
જોયું તમે શું એક થાતાં, પહેલી મુલાકાતમાં,
સાગર અને સરિતા તણો એ અજબ સંગમ થઇ જતાં,
સરિતા મટી સાગર થતાં નીરખ્યું અમે પળવારમાં
જ્યોતથી જ્યોત મળી ગઇ જો એકબીજાની જાતમાં,
જોયું અમે બસ એક થાતાં, પહેલી મુલાકાતમાં,
પહેલી મુલાકાતમાં બસ પહેલી મુલાકાતમાં,
જોયું અમે બસ એક થાતાં, પહેલી મુલાકાતમાં,
પહેલી મુલાકાતમાં બસ પહેલી મુલાકાતમાં,
જોયું તમે શું એક થાતાં, પહેલી મુલાકાતમાં,
એ ઇશ્કને અને હુશનને જૂનું અમે ગણતાં હતાં,
એ હુશનનાં અંગાર સમ જલતા ચિરાગ દેખતા,
ઇશ્કી પતંગો એ બધામાં આગમાં જલતાં હતાં,
જોઇ પતન એ પતંગોનું, પ્રેમીઓ રડતાં હતાં.
પહેલી મુલાકાતમાં બસ પહેલી મુલાકાતમાં,
જોયું અમે બસ એક થાતાં, પહેલી મુલાકાતમાં,
0 પ્રત્યાઘાતો:
Post a Comment