મળી માતૃભાષા મને ગૂજરાતી - ઉમાશંકર જોશી
આજે વિશ્વ માતૃભાષા દિવસ છે. આજના દિવસ માટે ફક્ત એટલું જ કહેવું છે, 'રમો માતૃભાષા મુખે ગૂજરાતી." મૃત્યુ સમયે આપણે ત્યાં ગંગાજળ પીવડાવાનો રિવાજ છે. પણ હું તો ઇચ્છું છું કે મારા મૃત્યુ સમયે મારા મુખે મારી માતૃભાષા રમતી રહે. મારે મોક્ષ નથી જોઇતો, પણ જન્મોજન્મ ગુજરાતી મારી માતૃભાષા મળે તેમ હું ઇશ્વર પાસે ઇચ્છું છું.
કવિ - ઉમાશંકર જોશી
સ્વર - અમર ભટ્ટ
સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગૂજરાતી.
રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે ભર્યા ભાવ છાતી,
રમે માતૃભાષા મુખે ગુજરાતી.
મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ ને અખો ભક્ત શીરાં,
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે.
ધ્રુવા સત્ય-સાથી અહિંસા સુહાતી,
નમો ધન્ય ગાંધીગિરા ગૂજરાતી.
0 પ્રત્યાઘાતો:
Post a Comment