અમોને લાડવા ખવાડ - કવિ સુંદરમ
શીર્ષક વાંચીને જો મોંમા પાણી આવી ગયું હોય તો જરાં ચેતજો. આ કાંઇ લગનમાં ખાવા મળે તે લાડવાની વાત નથી. આ તો મરણ પછી પ્રેતભોજનમાં લાડવા પિરસવામાં આવે છે તે લાડવાની વાત છે. સુંદરમે સમાજ પર કટાક્ષ કર્યો છે.
તેઓ કહે છે કે નાત તો ગંગા છે, પણ જો તે પ્રેતભોજન માંગતી હોય તો તે ચુડેલ છે. બસ તો માણો આ કટાક્ષકાવ્ય.
કવિ - સુંદરમ
સ્વર - હેમંત ચૌહાણ
સંગીત - ???
જોને પાણી પાણી પોકારતો દેહનો આતમ ઊડી જાય,
પછી પીપળે પાણી પાય, જોને મનડાં પછી ગુમાન રાખ
જીવતા માવતરને છાંટો ન આપી છાસ,
પછી નાખે નેવે વાસ,જોને મુવાં પછી ગુમાન રાખ
અમોને લાડવા ખવાડને ભાઇ,અમારે લાડવાં ખાવાં ભાઇ.
તેઓ કહે છે કે નાત તો ગંગા છે, પણ જો તે પ્રેતભોજન માંગતી હોય તો તે ચુડેલ છે. બસ તો માણો આ કટાક્ષકાવ્ય.
કવિ - સુંદરમ
સ્વર - હેમંત ચૌહાણ
સંગીત - ???
પછી પીપળે પાણી પાય, જોને મનડાં પછી ગુમાન રાખ
જીવતા માવતરને છાંટો ન આપી છાસ,
પછી નાખે નેવે વાસ,જોને મુવાં પછી ગુમાન રાખ
અમોને લાડવા ખવાડને ભાઇ,અમારે લાડવાં ખાવાં ભાઇ.
ચોર્યાસી કર કે ગંગાપૂજન વળી વિવાહ કે સીમંત ભાઇ,
નહિ તો મારીને ડોસેને ડોસી લાડવાં કરને ભાઇ.
ડોસો મર્યો હોય ઇ તો વાત સારી ને ડોસી મરે તો વધાઇ,
જવાનનું મોત થયું હોય તો એમાં ના વાંધો કાંય.
અમે તારે ઘેર ગંગા થઇને લાડવા ખાશું ભાઇ,
તો જ તારા બાપને એના બાપની ઉદ્ધાર ગતિ થાય.
દાટ્યા હોય તો કાઢ કે પછી વ્યાજે કાઢ લઇ આવ,
વેચ ઘરેણાં બાયડીના કે ઘર ખેતર મેલી આવ.
મરે કે જીવ એમાં શું અમારે, ખાવાની સાચી સગાઇ
નાત ખવડાયા વિના તારો કદીય છૂટકો ના થાય.
ભોયો ભગત કહે છે ઓ બોકડાં માંડીને શીંગડા હાટ,
ગંગા નથી આ ચુડેલ છે , ફોગટ જઇ સરસાઇ

0 પ્રત્યાઘાતો:
Post a Comment