હું ઘુંઘટમાં ઘેરાણી
કવિ - ???
સ્વર - આશા ભોંસલે
સંગીત - ???
હું ઘુંઘટમાં ઘેરાણી ચાંદની છું,
સૂર-નૂપૂરથી ભીંજાણી રાગણી છું
હું નીલ-કમલનું ફૂલ રે,
કોણ મૂલવે મારા મૂલ રે,
હું મુરલીથી લજવાણી નાગણી છું.
સૂર-નૂપૂરથી ભીંજાણી રાગણી છું
શ્રાવણનું વાદળ,
મારા નયનોનું કાજળ
હું મૌસમની મસ્તાની શ્રાવણી છું
સૂર-નૂપૂરથી ભીંજાણી રાગણી છું
કોઇ નૈન મિલાવી છાનું,
કરે નજરોનું નજરાનું.
હું હર રંગે રંગાણી આભલી છું
સૂર-નૂપૂરથી ભીંજાણી રાગણી છું
1 પ્રત્યાઘાતો:
khub j sundar rangaya pan ane bhijaya pan---
Post a Comment