જા જા નીંદરા - નરસિંહ મહેતા
આજે ઊંઘ પર એક માર્મિક કાવ્ય માણીયે.
કવિ - નરસિંહ મહેતા
સ્વર - અભેરામ ભગત
જા જા નીંદરા હું તુને વારું,
તું છો નાર ધૂતારી રે.
નીંદરા કે હું નથી ધૂતારી
હું જગતની નારી રે,
પશુ પક્ષીને સુખડાં આપું
દુઃખડા દવ વીસારી રે
જોગીને લૂંટ્યાં ભોગીને લૂંટ્યા
લૂંટ્યા શંકરને જાતારી રે
મનમાં કલસિંગી નો'તી
દુનિયા કોન બિચારી રે.
અઘોર વનમાં લક્ષ્મણજીને
એક દીન નીંદર આવી રે
સતી સીતાને કંધ ચાડાવ્યાં,
ભાયું મર્યાદા પાળી રે.
તે દી તને મળ્યું નો'તું
ચાંદો સૂરજ તેના સાથી રે
ભલે મળ્યા મે'તા નરસિના સ્વામી
ભાયુંની ભ્રાતા ભાંગી રે...
કવિ - નરસિંહ મહેતા
સ્વર - અભેરામ ભગત
જા જા નીંદરા હું તુને વારું,
તું છો નાર ધૂતારી રે.
નીંદરા કે હું નથી ધૂતારી
હું જગતની નારી રે,
પશુ પક્ષીને સુખડાં આપું
દુઃખડા દવ વીસારી રે
જોગીને લૂંટ્યાં ભોગીને લૂંટ્યા
લૂંટ્યા શંકરને જાતારી રે
મનમાં કલસિંગી નો'તી
દુનિયા કોન બિચારી રે.
અઘોર વનમાં લક્ષ્મણજીને
એક દીન નીંદર આવી રે
સતી સીતાને કંધ ચાડાવ્યાં,
ભાયું મર્યાદા પાળી રે.
તે દી તને મળ્યું નો'તું
ચાંદો સૂરજ તેના સાથી રે
ભલે મળ્યા મે'તા નરસિના સ્વામી
ભાયુંની ભ્રાતા ભાંગી રે...
0 પ્રત્યાઘાતો:
Post a Comment