રાણાજી, મૈં તો કીસન કર્યો શણગાર - કવિ ઉશનસ
કવિ ઉશનસની ૯૦મી વર્ષગાંઠેના દિવસે તેમનું આ મીંરાગીત.
કવિ - ઉશનસ
રાણાજી, મૈં તો કીસન કર્યો શણગાર,
ઓ રાણાજી, મોરો સાંવરિયો સિંગાર,
ભર તે બપ્પોરે રાણા, લૂંટાલૂંટ ઝૂંટાઝૂંટ
ચાલી એવી ભર રે બજાર,
કોઇએ લૂંટ્યું રે સોનું,
કોઇએ લૂંટ્યું રે રૂપું,
આયા રે હીરાના કો એ હાર, રાણાજી....
અંબોડે અંગે કોએ મંડન ઘરેણાં ખોસ્યાં,
ઉડુગણ ઝાકઝમાળ,
ખૂણામાં ઊભેલી મેં તો ચૂપચાપ ઓઢી લીધો,
અંગાંગ કંવલ અંધાર, રાણાજી....
કટાક્ષથી આંખડિયે આંજ્યો,
ભેટી પહેર્યો અંગેઅંગ
ચુંબનથી રંગ્યો અધરલાલ,
વરમાળા શી જોઇ મુને, રોમરોમ ફૂલ પ્રીતે,
પહેરી લીધી ગિરિધરલાલ
કવિ - ઉશનસ
રાણાજી, મૈં તો કીસન કર્યો શણગાર,
ઓ રાણાજી, મોરો સાંવરિયો સિંગાર,
ભર તે બપ્પોરે રાણા, લૂંટાલૂંટ ઝૂંટાઝૂંટ
ચાલી એવી ભર રે બજાર,
કોઇએ લૂંટ્યું રે સોનું,
કોઇએ લૂંટ્યું રે રૂપું,
આયા રે હીરાના કો એ હાર, રાણાજી....
અંબોડે અંગે કોએ મંડન ઘરેણાં ખોસ્યાં,
ઉડુગણ ઝાકઝમાળ,
ખૂણામાં ઊભેલી મેં તો ચૂપચાપ ઓઢી લીધો,
અંગાંગ કંવલ અંધાર, રાણાજી....
કટાક્ષથી આંખડિયે આંજ્યો,
ભેટી પહેર્યો અંગેઅંગ
ચુંબનથી રંગ્યો અધરલાલ,
વરમાળા શી જોઇ મુને, રોમરોમ ફૂલ પ્રીતે,
પહેરી લીધી ગિરિધરલાલ
0 પ્રત્યાઘાતો:
Post a Comment