જય દેવ જય દેવ મંગલમૂર્તિ
આ મરાઠી આરતી જાણે હવે પોતીકી જ લાગે છે. પહેલા અમે મણીનગરનાં જે વિસ્તારમાં રહેતા હતાં, ત્યાં મરાઠી કુટુંબોની વસ્તી સારા પ્રમાણમાં હતી. તેમાં પણ સુનિલકાકા અને પ્રગતિકાકી, આઇ વગેરે સાથે ઘર જેવા સંબંધો હતાં. તેમનાં સંગાથે થોડું મરાઠી બોલતાં અને સમજતા શીખ્યો. (હવે જો કે બાષ્પીભવન થઇ ગયું.) તેમની ત્યાં દર બે વર્ષે ગણેશસ્થાપન થાય. ત્યારે અમે બાળકો આ આરતીની ખુબ જ મજા લઇએ. શબ્દો ભલે ના સમજાય પણ વારે વારે 'જય દેવ જય દેવ જય મંગલમૂર્તિ' નાદ કરી તાલીઓ પાડવાની મજા લઇએ. આ ઉપરાંત શંખ ફૂંકવાની પણ હરિફાઇ થતી.
બસ તો સાંભળીયે આ આરતી લતાનાં ધુરંધર સ્વરમાં
સ્વર - લતા મંગેશકર
સુખકર્તા દુઃખહર્તા વાર્તા વિઘ્નાચી!
નુરવી પુરવી પ્રેમ કૃપા જયાચી
સર્વાંગી સુંદર ઉટિ શેંદુરાચી
કંઠી સજી માળ મુક્તાફળાંચી
જય દેવ જય દેવ જય મંગલમૂર્તી
દર્શનમાત્રેં મનઃ કામના પુરતી
જય દેવ જય દેવ
રત્નખચિત ફરા તુજ ગૌરીકુમરા
ચંદનાચી ઉટી કુંકુમકેશરા
હિરેજડિત મુકુટ શોભતો બરા
રુણઝુણતી નૂપુરેં ચરણીં ધાગરિયા
જય દેવ જય દેવ
લંબોદર પીતાંબર ફણિવરબંધના
સળ સોંડ વક્રતુંડ ત્રિનયના
દાસ રામાચા વાટ પાહે સદના
સંકટી પાવાવેં નિવાણી રક્ષાવેં સુરવરવંદના
જય દેવ જય દેવ
2 પ્રત્યાઘાતો:
વાહ....
લતાજીના સ્વરમાં શ્રી ગણેશજીની સુંદર સ્તુતિ સાંભળી ધન્ય થવાયું આજે,તમારા માધ્યમથી-આભાર
good work
thanks & best wishes
Post a Comment