સખી મુને વ્હાલો રે સુંદર શામળો રે - 'નિરાંત'
કવિ - 'નિરાંત'
સ્વર - સુધા દિવેટીયા
સંગીત - ક્ષેમુ દિવેટીયા
હે સખી મુને વ્હાલો રે સુંદર શામળો રે
કે શી કરું વ્હાલપણાંની વાત
વિવેકરૂપી વિસરતો નથી કે
ઘડી ઘડી પલ પલ દિન ને રાત.
સાસ ઉસાસે સખી મુને સાંભરે
ગોવિંદ ઉપર ઘણો છે ભાવ મને
એના વિના રે કાંઇ નથી ગમતું
કે લઉં એની સુંદરતાનો લ્હાવ.
મનડું માણે છે એની મોહનિયે
ચંચળ ચિતડું આરે ચળે નહિ
આંખ તો ઠરી છે એની ઉપરે
કે હેત હરી હ્રદય કમલની માંહી.
પ્રભુજી પધારો મંદિર માંહી
વ્હાલા કેમ વસી રહ્યાં વાટે
નિરાંતના સ્વામી સમરત શ્રી હરિ
કે વ્હાલે મારે પૂરી મનની આશ.
સ્વર - સુધા દિવેટીયા
સંગીત - ક્ષેમુ દિવેટીયા
હે સખી મુને વ્હાલો રે સુંદર શામળો રે
કે શી કરું વ્હાલપણાંની વાત
વિવેકરૂપી વિસરતો નથી કે
ઘડી ઘડી પલ પલ દિન ને રાત.
સાસ ઉસાસે સખી મુને સાંભરે
ગોવિંદ ઉપર ઘણો છે ભાવ મને
એના વિના રે કાંઇ નથી ગમતું
કે લઉં એની સુંદરતાનો લ્હાવ.
મનડું માણે છે એની મોહનિયે
ચંચળ ચિતડું આરે ચળે નહિ
આંખ તો ઠરી છે એની ઉપરે
કે હેત હરી હ્રદય કમલની માંહી.
પ્રભુજી પધારો મંદિર માંહી
વ્હાલા કેમ વસી રહ્યાં વાટે
નિરાંતના સ્વામી સમરત શ્રી હરિ
કે વ્હાલે મારે પૂરી મનની આશ.
0 પ્રત્યાઘાતો:
Post a Comment