સમરો મંત્ર ભલો નવકાર - જૈન ભજન
આજથી જૈનસંપ્રદાયના પવિત્ર પર્યુષણમાસનો પ્રારંભ થાય છે. આજે સાંભળીયે એક જૈનભજન.
સ્વર - મન્ના ડે, હંસા દવે
સમરો મંત્ર ભલો નવકાર,એ છે ચૌદ પૂરવનો સાર
એના મહિમાનો નહિ પાર, એના અર્થ અનંત ઉદાર.
સુખમાં સમરો દુઃખમા સમરો, સમરો દિવસ ને રાત
જીવતા સમરો, મરતા સમરો, સમરો સૌ સંગાથ
યોગી સ્મરે, ભોગી સ્મરે, સમરે રાજા રંક,
દેવો સમરે, દાનવ સમરે, સમરે સૌ નિઃશંક
અડસઠ અક્ષર એના જાણો, અડસઠ તિરથ સાર
આઠ સંપદાથી પર માણો, હરસિદ્ધિ દાતાર
નવપદ એહના નવનિધી આપે, ભવભવના દુઃખ કાપે
વીરવચનથી હ્રદયે વ્યાપે, પરમાતમ પદ આપે
0 પ્રત્યાઘાતો:
Post a Comment