પટ્ટણી પટોળા પહેર્યા - પુરૂષોત્તમ ઉપાધ્યાય
સામાન્ય રીતે પુરુષોત્તમ ઉપાધ્યાયને આપણે કવિ અને સંગીતકાર સ્વરૂપે જોયા છે. પણ આગીતના શબ્દો સાંભળીને તેમની કાવ્યશક્તિને પણ સલામ કરવાનું મન થઇ જાય છે.નાયિકાએ જે જે શણગારો કર્યા છે તેની વિગત જરા ઘરવાળીથી છાની રાખવી. નહિતર આ નવરાત્રી બહુ મોંઘી પડશે. ઃ-)
સ્વર - હંસા દવે, પુરુષોત્તમ ઉઅપાધ્યાય
કંચનવર્ણી કામીની અને જેના કુમકુમ વર્ણા છે,
કે પારસબીબું બનાવ્યું, જે દી' નવરો દીનોનાથ.
પટ્ટણી પટોળા પહેર્યા મારા વાલમાં,
ચૂડલા ચઢાવ્યાં રાતાચોળ
હે.. રુદિયામાં ટહૂકે છે મોર.
રુમુ ઝુમુ રે સરખી સૈયરોના સાથમાં
ગરબે ઘૂમુ રે લોલમ લોલ
લીલુંડા લ્હેરિયા લ્હેરે મારા વાલમાં
ચિતડા કળાયેલ મોર,
ચાંપાનેરી ચૂંદડી ચમકે મારા વાલમા
સૂરતની સોનેરી કોર.
બિકાનેરી બાંધણી બંધાવી મારા વાલમાં,
પહેરી એ નવી નક્કોર
મઘમઘતો મોગરો મ્હેંકે મારા વાલમા
કોયલ કરે છે કલશોર
હે.. રુદિયામાં ટહૂકે છે મોર.
1 પ્રત્યાઘાતો:
Karna Oriya Garbo Che.
Post a Comment