Saturday 20 November 2010

હે કરૂણાના કરનારા - ભજન

આજે અચાનક નિશાળમાં થતી વિવિધ પ્રાર્થનાઓ યાદ આવી ગઇ. મને સંગીતનું પહેલું વળગણ લગાવ્યું આ પ્રાર્થનાઓએ. પ્રાથમિકમાં નિર્મળાબેન અને માધ્યમિકમાં જયશ્રીબેનના માર્ગદર્શનમાં જે પ્રાર્થનાઓ રજૂ થતી હતી તેનો સ્વર હજુ આજે પણ કાનમાં ગૂંજે છે. આવી જ એક પ્રાર્થના માણો.

લોકગીત
સ્વર - હસમુખ પાટડીયા
સંગીત - ???



હે   કરૂણાના    કરનારા, તારી કરૂણાનો કોઇ પાર નથી.
હે   સંકટના     હરનારા,  તારી કરૂણાનો કોઇ પાર નથી.

મારા   પાપ    ભર્યા   છે  એવાં,તારી ભૂલ્યો કરવી સેવા,
મારા પાપોનાં ભૂલનારા,  તારી કરૂણાનો કોઇ પાર નથી.

હે   પરમકૃપાળુ   વ્હાલા,   મેં   પીધાં  વિષનાં   પ્યાલા,
વિષને અમૃત કરનારા,  તારી કરૂણાનો કોઇ પાર નથી.

હું   અંતરમાં   થઇ   રાજી,   ખેલ્યો   છું   અવળી  બાજી,
અવળી સવળી કરનારા,તારી કરૂણાનો કોઇ પાર નથી.

ભલે છોરું ક છોરું   થાયે,   તોયે   તું   માવતર   કહેવાયે,
મીઠી   છાયા   દેનારા,    તારી કરૂણાનો કોઇ પાર નથી.

મને   જડતો   નથી   કિનારો, મારો ક્યાંથી આવે આરો?
મારા સાચા ખેવનહારા,  તારી કરૂણાનો કોઇ પાર નથી.

મારું   જીવન   છે   ઉદાસી,   તારે  ચરણે લે અવિનાશી,
રાધાનું   દિલ  હરનારા,  તારી કરૂણાનો કોઇ પાર નથી.

1 પ્રત્યાઘાતો:

અશોકકુમાર -'દાદીમાની પોટલી' Saturday, November 20, 2010 4:22:00 pm  

કૃતેશભાઈ,

આ રચના મને અતિ પ્રિય છે અને તે વારંવાર સાંભળવી ગમે છે.

રચના મૂકવા બદલ આભાર !

http://das.desais.net

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP