ખેલે ખેલ ખેલૈયા,છેલછબિલા છૈયાં
ગુજરાતમાં અત્યારે ખેલમહાકુંભનું પર્વ ચાલે છે. મોદીસાહેબની એક મોટી મહત્વકાંશી પહેલ. જોઇએ શું રંગ લાવે છે. હાલ તો માણીયે આ ખેલપર્વનું થીમસોંગ.
સ્વર - શાન
સ્વર - ????
ખેલો રે ખેલો રે ખેલો,ખેલો રે ખેલો રે ખેલો
ખેલે ખેલ ખેલૈયા,છેલછબિલા છૈયાં,
ખેલકૂદની સંગે ખેલદિલ છે હૈયાં,
સહુનું ખમીર ગુજરાતી,
અમે રમતવીર ગુજરાતી.
એ.. દોડ, અરે પકડો, પકડો,પકડો,પકડો,
અમે વતનની ધૂળની કાયમ વધારવાના ઇજ્જત
(આ ખેલજગતનો મહાકુંભ છે)
હારજીતને અપનાવીને રમતની લઇશું લિજ્જત.
ભવ્ય ભવ્ય છે તાલ અને છે ભવ્ય અમારી આસ
વિશ્વની આંખે અદકેરો છે ગુજરાતી મિજાજ,
એ સહુને વંદન જે સહુ છે ઘડવૈયા,
ના હારે લગીર ગુજરાતી, અમે રમતવીર ગુજરાતી.
હુતુતુતુતુતુતુતુ હુતુતુતુતુતુતુતુ
જામી રમતની ૠતુ
આપો આપે એક મેકના થઇને ભેરુ સારું
જગત રમતું આવ્યુંને રમે છે હુતુતુતુતુતુતુતુત.
મહાકુંભની મસ્તિ સાથે ઊર્જા ધસમસ્તિ,
યુવાનના પગલાં પડતાં અહીંયા ધરતી આ ધણધણતી
સ્વર્ણિમ સકલ્પો છે મનમાં, તંદુરસ્તી તનમાં,
શ્વાસ શ્વાસમાં ઉત્સાહ ઉછળતો ઉત્સવના ઉપવનમાં,
દરિયાદિલીનો સંદેશો ગુંજ ગુંજ ગજવૈયા
રાખે ઊંચુ શિર ગુજરાતી
અમે રમતવીર ગુજરાતી.
આ મહાકુંભ છે, ખેલજગતનો મહાકુંભ છે,
ખેલવીરની વિજયપતાકા અવિરત અહીંયા ફરફરતી,
તરવળાટ છે જોમ ને જુસ્સો, યુવાચેતના થનગનતી
નગર નગરને ગામ ગામને સાથે લઇને રમતની મોસમ મનગમતી
ગુજરાતની ધરતી ધમધમતી, શક્તિપૂંજનો ઝળહળાટ છે
આ ખમીરવંતી રજૂઆત છે, આ ખેલકૂદની શરૂઆત છે
આ મહાકુંભ છે, ખેલજગતનો મહાકુંભ છે,
(You can download photos and theme song from http://www.khelmahakumbh.org)
0 પ્રત્યાઘાતો:
Post a Comment