તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું
દિવાળીની વિશ્વગુર્જરીને ખુબ ખુબ શુભેચ્છા. અંતરના અંધારાને જ્ઞાન અને શક્તિનો દિપક સદા રોશન કરે તેવી પરમાત્માને પ્રાર્થના.
કવિ, સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - હેમા દેસાઇ
સ્વર - આરતી મુનશી
તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે,
મને ગમતું રે, આ તો કહું છું રે પાતળીયા, તને અમથું !
તારા પગનું પગરખું ચમચમતું રે અને અંગનું અંગરખુ તમતમતું રે ,
મને ગમતું રે, આતો કહું છું રે પાતળીયા, તને અમથું !
પારકો જાણીને તને ઝાઝું શું બોલવુ ? ને અણજાણ્યો જાણી તને મન શું ખોલવું ?
તને છેટો ભાળીને મને ગમતું રે ! આ તો કહું છું રે પાતળીયા, તને અમથું !
હાથમાં ઝાલી ડાંગ કડિયાળી, હરિયાળો ડુંગરો આવતો રે હાલી;
લીંબુની ફાડ જેવી આંખડીયું ભાળી, શરમ મૂકીને તોયે થાઉં શરમાળી.
તારા રૂપનું તે ફૂલ મધમધતું રે, મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળિયા, તને અમથું !
(શબ્દો - ફૂલવાડી)
કોણ જાણે કેમ મારા મનની ભીતરમાં એવું તે ભરાયું શું
એક મને ગમતો આભનો ચાંદલોને ને બીજો ગમતો તું !
ઘરમાં, ખેતરમાં કે ધરતી ના થરમાં
ઘરમાં, ખેતરમાં કે ધરતી ના થરમાં
તારા સપનનમાં મારું રમતું રે , મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું !
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું !
(શબ્દો - ફૂલવાડી)
1 પ્રત્યાઘાતો:
શ્રીકૃતેશભાઈ,
આપને તેમજ આપના પરિવારજનોને
નૂતન વર્ષાભિનંદન અને દીપાવલીની અઢળક શુભેચ્છાઓ !
http://das.desais.net
Post a Comment