કાંકરીયે કોર્યા રે માટ - મકરંદ દવે
કવિ - મકરંદ દવે
સ્વર - ફાલ્ગુની શેઠ
સ્વર - અજિત શેઠ
કાંકરીયે કોર્યા રે માટ મારા શ્યામ,
અને મોરલીએ વીંધ્યા છે મન.
હો...મોરલીએ વીંધ્યા છે મન.
જમુનાના નીર અમે પોશ પોશ પૂર્યાને,
માન્યું કે છલક્યા છે માટ,
ક્યાંકથી તે આવીને કાંકરી લગાવી કે
ઘરની વેરણ બની વાટ,
વહેતા વહેતા જોવું જમુના વારિ, માંહીં
વહેતું તણાય મારું તન.
તાંબાનુ માટ કોઇ કોરી ના સુણે,
એના અધકેરા ઉછળે ઉછાળ,
ઘરને ભૂલીને ઘૂમે અબજો અણુને,
એનો રમણે ચડ્યો છે કાંઇ બાગ,
રાસની વચાળે જે નાચે ગોકુળ માંહી
મારી પાસે નાચે મગન મગન.
કાંકરીયે કોર્યા રે માટ મારા શ્યામ,
અને મોરલીએ વીંધ્યા છે મન.
હો...મોરલીએ વીંધ્યા છે મન.
જમુનાના નીર અમે પોશ પોશ પૂર્યાને,
માન્યું કે છલક્યા છે માટ,
ક્યાંકથી તે આવીને કાંકરી લગાવી કે
ઘરની વેરણ બની વાટ,
વહેતા વહેતા જોવું જમુના વારિ, માંહીં
વહેતું તણાય મારું તન.
તાંબાનુ માટ કોઇ કોરી ના સુણે,
એના અધકેરા ઉછળે ઉછાળ,
ઘરને ભૂલીને ઘૂમે અબજો અણુને,
એનો રમણે ચડ્યો છે કાંઇ બાગ,
રાસની વચાળે જે નાચે ગોકુળ માંહી
મારી પાસે નાચે મગન મગન.
0 પ્રત્યાઘાતો:
Post a Comment