Thursday 18 April 2013

આ આદિ અંતની સંતાકૂકડી - અવિનાશ વ્યાસ



આ ભજન શ્યામલ મુન્શીના સ્વરમાં ફરીથી માણીયે.

ફિલ્મ - રૂપાંદે-મૂળાંદે
કવિ - અવિનાશ વ્યાસ
સ્વર - મન્ના ડે
સંગીત - અવિનાશ વ્યાસ



સ્વર - શ્યામલ મુન્શી




આ આદિ અંતની સંતાકૂકડીમાં હું જેની સાથે આથડું
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું.
હોજી ઘટઘટના ઘડવૈયાએ આ ઘડ્યું અનોખું લાકડું

માને ખોળે પડી આંખ ઊઘડી આંખ્યું સામે જ ખડું,
પ્રથમ પગથિયે જાત ઝુલાવે ઘોડિયું તે લાકડું.

આજ મારા શબદનો શણગાર થાતું લાકડું.
હોજી ઘટઘટના ઘડવૈયાએ આ ઘડ્યું અનોખું લાકડું

બાળપણામાં ભૂખનાં દુઃખે રડતું મનનું માકડું,
ત્યારે ધાવણીના રૂપમાં માડી મુખમાં મૂકે લાકડું.

આજ મારા શબદનો શણગાર થાતું લાકડું.
હોજી  ઘટઘટના ઘડવૈયાએ આ ઘડ્યું અનોખું લાકડું

પા પા પગલી ભરતાં ભરતાં ઘડી ચાલું ને ઘડી પડું,
ત્યારે કેમ ચાલવું જગમાં શીખવે ખેલણગાડી લાકડું.

આજ મારા શબદનો શણગાર થાતું લાકડું.
હોજી ઘટઘટના ઘડવૈયાએ આ ઘડ્યું અનોખું લાકડું

શ્રીફળ મીંઢળ માણેકસ્તંભ માંડવો આ ચતુરપંખનું પાંદડું,
કહેશો કોની સાથે ક્યારે નથી સંકળાયું લાકડું.

આજ મારા શબદનો શણગાર થાતું લાકડું.
હોજી ઘટઘટના ઘડવૈયાએ આ ઘડ્યું અનોખું લાકડું

ઓશિયાળા એંશી વરસે અંગ બને જ્યારે વાંકડું
ત્યારે ઘડપણનો સથવારો હાથે લાકડી એ લાકડું.


આજ મારા શબદનો શણગાર થાતું લાકડું.
હોજી ઘટઘટના ઘડવૈયાએ આ ઘડ્યું અનોખું લાકડું

સંગ સૂનારી નારી અહીં રહી રડતી કેવળ રાંકડું,
પણ સંગ સૂતું ચિતાની સાથે ભવભવનું સાથી લાકડું.

આજ મારા શબદનો શણગાર થાતું લાકડું.
હોજી ઘટઘટના ઘડવૈયાએ આ ઘડ્યું અનોખું લાકડું

(શબ્દો - મારું જામનગર)

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP