સ્વામિનારાયણ નામ વ્હાલુ લાગે - સ્વામી નિષ્કુળાનંદ
આવતીકાલે ભગવાન સ્વામિનારાયણ જયંતિ છે. શ્રીહરિના ચરણોમાં વંદન સાથે માણીયે આ ભજન.
કવિ - નિષ્કુળાનંદ સ્વામી
સ્વર - હરિહરન
સ્વામિનારાયણ નામ વ્હાલુ લાગે,
સ્વામિનારાયણ નામ...
રાતદિવસ મારા રુદિયા ભીતર,
જપીશ આઠો જામ
ભવજળ તરવા, પાર ઉતરવા,
કરવાનું છે મારે કામ,વ્હાલુ લાગે,
સ્વામિનારાયણ નામ...
સર્વોપરી શ્યામ છે નરવીર નામ,
સુંદર સુખડાનું ધામ, વ્હાલુ લાગે,
સ્વામિનારાયણ નામ.
નિષ્કુળાનંદના નાથને ભજતાં,
વારે તેનું નહીં કામ, વ્હાલુ લાગે,
સ્વામિનારાયણ નામ.
0 પ્રત્યાઘાતો:
Post a Comment