નવા નગરની વહુઆરુ - ઇન્દુલાલ ગાંધી
કવિ - ઇન્દુલાલ ગાંધી
સ્વર - પરાગી અમર
સંગીત - રસિકલાલ ભોજક
નવા નગરની વહુઆરું,તારો ઘુમટો મેલ,
વડવાઇઓની વચમાં જોને નિસરી નમણી નાગરવેલ,
હો... હે જી તારો ઘુંમટો મેલ.
તાળા નંદવાણાને પીંજરાએ ઉઘડ્યા,
સૂરજને તાપે જો સળીયાઓ ઓગળ્યાં.
ચંપકવર્ણી ચરકલડી તારે ઉડવું સે,
લાહોલીયાને વીંઝેણે તારા હૈયાને
શેડે નમતી હેલ.
હો... હે જી તારો ઘુંમટો મેલ.
વાયરે ચડીને ફૂલ રૂમઝૂમતાં,
વગડે વેરાયા ફાગણનાં ફૂમતાં,
ફૂલડે રમતી ફોરમડે તારું ફળીયું મેલ,
સપનાં લ્હેરે રમતી તારી નીંદર
નામણી આઘી મેલ,
હો... હે જી તારો ઘુંમટો મેલ.
0 પ્રત્યાઘાતો:
Post a Comment