Saturday 4 December 2010

મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ

ફિલ્મ - માબાપ

સ્વર - દિપાલી સોમૈયા

સંગીત - કીર્તિ ગિરિશ
મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ,
મુખેથી મોરલી બજાવતા રે લોલ.

હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ
ઓઢણ અંબર વીસરી રે લોલ.
હું તો પાણીડાંની મસે જોવા નીસરી રે લોલ,
ઇંઢોણી ને પાટલી વીસરી રે લોલ.
સાગ રે સીસમની મારી વેલડી રે લોલ
નવલે સુતારે ઘડી પીંજણી રે લોલ.


મેં તો ઘોળો ને ઘમળો બે જોડિયા રે લોલ
જઇ અને અમરાપરમાંમાં છોડિયા રે લોલ
અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ
મેં તો જાણ્યું ક એ હરિ અહીં વસે રે લોલ

મેં તો દૂધ ને સાકરનો શીરો ક્ર્યો રે લોલ
ત્રાંબાના ત્રાંસમાં ટાઢો કર્યો રે લોલ
હું તો જમવા બેઠી ને જીવણ સાંભર્યા રે લોલ
કંઠેથી કોળિયો ન ઊતર્યો રે લોલ
મને કોઇ તો દેખાડો દીનાનાથને રે લોલ
કોળિયો ભરાવું જમણા હાથનો રે લોલ

હું તો ગોંદરે તે ગાવડીને છોડતી રે લોલ
ચારેય દિશે તે નજર ફેરતી રે લોલ
મેંતો છેટેથી છેલવર દેખિયા રે લોલ
હરિને દેખીને ઘૂંઘટ ખોલિયા રે લોલ

(Lyrics - Webduniya)

2 પ્રત્યાઘાતો:

અશોકકુમાર -'દાદીમાની પોટલી' Saturday, December 04, 2010 10:30:00 pm  

કૃતેશભાઈ,

આપ ની દરેક પોસ્ટ મોટે ભાગે હું જોઉં છું અને તે માણવા કોશિશ કરું છું. કારણકે મને અતિ પ્રિય રચના હોય છે.

આભાર !

Ramesh Thakkar,  Saturday, December 04, 2010 10:59:00 pm  

Thanks for devotional gujarati bhajan sends

fromRamesh D thakkar Ahmedabad

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP