Thursday 23 December 2010

દીવડો ઘરો - શાંતિલાલ શાહ

કવિ - શાંતિલાલ શાહ
સ્વર - પ્રહર વોરા
સંગીત - ગૌરાંગ વ્યાસ




દીવડો ધરો રે, પ્રભુ દીવડો ધરો,
તનનાં-મનનાં તિમિર હરો,
દીવડો ધરો રે, પ્રભુ દીવડો ધરો,

માયાનગરનાં   રંગ-રાગમાં   કાયા આ રંગાણી,
ભવસાગરમાં ભમતાં-ભમતાં પીધાં ખારા પાણી,
દુઃખડાં સર્વે દૂર કરો

સ્વાર્થની આ દુનિયા માંહે આશા એક તમારી,
જીવન કેરાં સંગ્રામે જો-જો જાઉં ના હું હારી,
હૈયે ભક્તિભાવ ભરો....

1 પ્રત્યાઘાતો:

ઉલ્લાસ,  Thursday, December 23, 2010 5:36:00 pm  

શ્રી શાંતિલાલ શાહની સુંદર રચના. મધુર અવાજ અને સંગીત.

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP