વહેલી પરોઢનો વાયરો વાયો - અવિનાશ વ્યાસ
હેમંતની ફૂલગુલાબી ઠંડી ચાદર ઘેરી વળી છે. વ્હેલી સવારે આ ચાદર ફંગોળી ક્લાસમાં જવાની બિલકુલ ઇચ્છા થતી નથી. પણ હાય રે CA Instituteનિ બલીહારી. સવારે ૬-૩૦ વાગ્યે ભસ્તા કૂતરાની સલામી સાથે ક્લાસમાં નીકળવું પડે છે.
હા પણ રસ્તામાં જે ઠંડો ઠંડો પવન માણવાની મજા આવે છે તેની વાત ન પૂછો. શરીર ધ્રૂજાવી દે પણ ઠંડા પવનની એ મીથી ધ્રુજારી માણવી મને ખુબ ગમે. બસ આજે આ પવનના માનમાં માણીયે આ ઊર્મીગીત.
ફિલ્મ - નારી તું નારાયણી
ગીત,સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - લતા મંગેશકર
વહેલી પરોઢનો વાયરો વાયો (૨)
છેલછબિલો આયો, રંગરસિયો આયો,
એવા વાવડ લાયો, વાવડ લાયો,વાવડ લા..યો
વહેલી પરોઢનો વાયરો વાયો (૨)
બીજમાં ચંદરમાં જેવી ભમ્મર છે વાંકડી,
મરી મરી જાવ એવી મારકણિ આંખડી,
હો.. હારે શરમાયો, હારે શરમાયો.
વહેલી પરોઢનો વાયરો વાયો (૨)
લુચ્ચો એવો સેંથાનાં કંકુમાં સંતાયો,
ચોર કેવો બંગડીનાં બંધને બંધાયો,
હો.. આનંદ છવાયો,આનંદ છવાયો.
વહેલી પરોઢનો વાયરો વાયો (૨)
બાંધી હું લઇશ એને પાલવનાં છેડે,
સંતાડિ રાખુ એને કરી કંદોરા કેડે,
હો...મનમાં સમાયો,મનમાં સમાયો
વહેલી પરોઢનો વાયરો વાયો (૨)
આયો રે આયો આયો રે આયો
વાયો વાયરો વાયો વાયો.
0 પ્રત્યાઘાતો:
Post a Comment