કોયલ બેઠી આંબલીયાની ડાળ - લોકગીત
લગ્નસરા પૂર જોશમાં ખીલી છે. સવાર-સાંજ ક્લાસમાં જતી વખતે રસ્તામાં આવતા બધા પાર્ટી-પ્લોટ લોકોથી ઊભરાતા હોય (અને રસ્તા તેમણે આડેધડ પાર્ક કરેલા વાહનોથી અને મને સહુથી વધારે બિક લાગે અચાનક ફૂટતા ફટાકડાથી. અચાનક ધડામ દઇને ફટાકડો ફૂટે અને વાહન ચલાવતા ચમકી જવાય. ટ્રાફિકજામને કારણે ક્લાસમાં પણ પહોંચવામાં પણ મોડું થાય.)
લગ્નનો ઉત્સાહ અનન્ય હોય છે. મને પણ લગ્નમાં મ્હાલવાનો બહુ આનંદ આવે. બસ તો આ બધા લગ્નપ્રસંગના માનમાં માણીયે આ લગ્નગીત.
લોકગીતસ્વર - ????
સંગીત - પારંપરિક
કોયલ બેઠી આંબલિયાની ડાળ,
મારો મોરલિઓય બેઠો રે ગઢને કાંગરે, મારા રાજ
હોંશીલા રે વીરા તમે કોયલને રે ઉડાડો આપણ દેશ
કોડીલા વીરા તમે કોયલને રે ઉડાડો આપણ દેશ
કોયલ માંગે ટીલડીની જોડ,
મારો મોરલીયો માંગે રે લાડણ લાડલી રે, મારા રાજ
કોડીલા રે વીરા તમે કોયલને રે ઉડાડો આપણ દેશ
હરખીલા રે વીરા તમે કોયલને રે ઉડાડો આપણ દેશ
હોંશીલા રે વીરા તમે કોયલને રે ઉડાડો આપણ દેશ
કોયલ માંગે ચૂંદલડીની જોડ,
મારો મોરલીયો માંગે રે લાડણ લાડલી રે, મારા રાજ
કોડીલા રે વીરા તમે કોયલને રે ઉડાડો આપણ દેશ
હરખીલા રે વીરા તમે કોયલને રે ઉડાડો આપણ દેશ
હોંશીલા રે વીરા તમે કોયલને રે ઉડાડો આપણ દેશ
કોયલ માંગે કંડલાની જોડ,
મારો મોરલીયો માંગે રે લડીયણ લાડલી રે, મારા રાજ
કોડીલા રે વીરા તમે કોયલને રે ઉડાડો આપણ દેશ
હરખીલા વીરા તમે કોયલને રે ઉડાડો આપણ દેશ
કોડીલા રે વીરા તમે કોયલને રે ઉડાડો આપણ દેશ
0 પ્રત્યાઘાતો:
Post a Comment