હા રે દાણ માંગે - નરસિંહ મહેતા
પહેલા આ ગીત હેમા દેસાઇના સ્વરમાં મુક્યું હતું. ત્યારે આ ગીતમાં ફક્ત ગોપીઓની જરિયાદ હતી, કાનુડાના નટખટ જવાબો ન હતા. આથી આ ગીત નવા સ્વરમાં ફરીથી માણો.
કૃષ્ણગીત
નરસિંહ મહેતા
સ્વર - પ્રફુલ્લ દવે,ઉષા મંગેશકર
સંગીત - પારંપરિક
હા હા રે દાણ માંગે કાનૂડો દાણ માંગે
હા રે એની મોરલીમાં વેણુનાદ વાગે
ધૂતારો દાણ માંગે.
હે રાધાગોરી, આખા મલકનો હું રાજા,
હા રે મારી સંગે જવાનીયા ઝાઝા,
માખણ મીઠા લાગે.
હા રે કાન કીયા મલકનો તું સૂબો,
કા રે મારા મારગ વચ્ચે કાં ઉભો,
ધૂતારો દાણ માંગે.
ગોરી હું તો ગોકુળ વૃંદાવનનો રસિયો,
હા રે હું તો વ્રજની નારીને મન વસીયો,
નેણાનાં બાણ વાગે.
હા રે કાન નથી રે સાકર નથી મેવા,
હા રે ખાટી છાશ્યુંના દાણ શું લેવા?
ધૂતારો દાણ માંગે.
હા રે ગોરી ગોકુળ તે ગામનો હું દાણી
હા રે તારી નવરંગ ચૂંદડીને લૌં તાણી
જો તારે પ્રીત જાગે.
0 પ્રત્યાઘાતો:
Post a Comment