હું જામનગરમાં જન્મેલો - કાન્તિ અશોક
ફિલ્મ - જોગ-સંજોગ
કવિ - કાન્તિ અશોક
સ્વર - મહેશકુમાર, કમલેશ અવસ્થી
સંગીત - મહેશ નરેશ
હું જામનગરમાં જન્મેલો, ઉપલેટામાં ઉછરેલો
ભાવનગરમાં ભણેલો, રાજકોટમાં રખડેલો
તું લાગે છે બહુ સુધરેલો, મોટા ઘરથી તગડેલો,
ઉપર ઉપર ભોળો ભોળો, અંદર અંદર બગડેલો.
ઓ..... આ.........
તારું મુખડું તને બતાવું કાઢી ડીલનો ડગલો,
હા.. તને બરાબર હું જાણું છું હું,
તું ભગત છે બગલો હો...
હું સૂરતમાં સમજેલો, લાગે છે તું ચસકેલો,
ભેડાગામે ભટકેલો.
ઓ..... આ.........
એક પદમણી મોટર એનો ભોળો ભુંગળાવાળો,
જા..ખાલી ખાલી લાગે તારો ઉપરવાળો માળો,
હું અમદાવાદે અથડેલો, દેખો દેખો તુટેલો
ને ફેશનમાં ફૂટેલો...
કવિ - કાન્તિ અશોક
સ્વર - મહેશકુમાર, કમલેશ અવસ્થી
સંગીત - મહેશ નરેશ
હું જામનગરમાં જન્મેલો, ઉપલેટામાં ઉછરેલો
ભાવનગરમાં ભણેલો, રાજકોટમાં રખડેલો
તું લાગે છે બહુ સુધરેલો, મોટા ઘરથી તગડેલો,
ઉપર ઉપર ભોળો ભોળો, અંદર અંદર બગડેલો.
ઓ..... આ.........
તારું મુખડું તને બતાવું કાઢી ડીલનો ડગલો,
હા.. તને બરાબર હું જાણું છું હું,
તું ભગત છે બગલો હો...
હું સૂરતમાં સમજેલો, લાગે છે તું ચસકેલો,
ભેડાગામે ભટકેલો.
ઓ..... આ.........
એક પદમણી મોટર એનો ભોળો ભુંગળાવાળો,
જા..ખાલી ખાલી લાગે તારો ઉપરવાળો માળો,
હું અમદાવાદે અથડેલો, દેખો દેખો તુટેલો
ને ફેશનમાં ફૂટેલો...
0 પ્રત્યાઘાતો:
Post a Comment