Tuesday 11 January 2011

સરસ વાત કરવાને

કવિ - ડૉ. ચિનુ મોદી
સ્વર, સંગીત - અમરભટ્ટ



સરસ વાત કરવાનો મોકો મળ્યો,
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.

મને ક્યાં ખબરઃ હું છું વહેતો પવન,
બધા ઘેર ફરવાનો મોકો મળ્યો.

હતાં ઝાંઝવા એથી સારું થયું,
મને રેતમાં તરવાનો મોકો મળ્યો.

થયું ઃ હાશ સારૂં કે છે તો ખરો,
ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.

ગઝલને થયું ઃ છે આ 'ઇર્શાદ' તો
ઠરીથામ ઠરવાનો મોકો મળ્યો.

1 પ્રત્યાઘાતો:

pragnaju Tuesday, January 11, 2011 7:44:00 am  

અમરની મધુરી ગાયકી
સામાન્ય રીતે ચાર શેર ગવાય છે પણ આવી સુંદર ગઝલમા તેના આ શેર પણ હોત તો વધુ સ રસ રહે
બચતમાં હતાં અશ્રુઓ એટલે
નયન બન્ને ભરવાનો મોકો મળ્યો.

મુસીબત પડી એ તો સારું થયું,
સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP